• પુત્રીની  સારવાર માટે લીધેલા  છ લાખના આઠ થી નવ લાખ  ચૂકવી દીધા બાદ કારમાં ઉઠાવી માર મારતાં પગલું ભર્યું
  • બિલ પાસ કરાવવા માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રૂપિયા માંગતા કોન્ટ્રાક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યોનો આક્ષેપ

Rajkot News

શહેરમાં વેપારી અને કોન્ટ્રાક્ટરે ફિનાઇલ પી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મવડી રોડ કવાર્ટર નજીક આયર્લેન્ડ સોસાયટી પાસે રહેતા ધંધાર્થીએ  વ્યાજખોરના ત્રાસથી અને સામાકાંઠે આવેલા દૂધ સાગર રોડ આવેલા હૈદરચોક નજીક રહેતા કોન્ટ્રાક્ટરે મનપાના કર્મચારી બિલ પાસ કરવા માટે રકમ માંગતો હોવાના આક્ષેપ સાથે  ફિનાઇલ ગટગટાવી લેતા બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ સોસાયટીમાં રહેતા અને નાના નવા ધરાવતા જતીનભાઈ ભુપેન્દ્રભાઈ દક્ષિણ નામના યુવાન વેપારી પોતાની દુકાન નજીક ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની પ્રાથમિક તપાસમાં જતીનભાઈ પોતાની પુત્રીના ઓપરેશન માટે ઘનશ્યામ કાચા પાસેથી પાસેથી એક વર્ષ પહેલા રૂ 6 લાખ વ્યાજ પેટે લીધા હતા તે પેટે આઠ નવ લાખ  ચૂકવી દીધા હતા બાદમાં વધુ પૈસા પડાવવા માટે ઘનશ્યામ કાચાએ કારમાં  નાના મવા સર્કલ પાસે લઈ જઈ માર માર્યો હતો આથી વેપારીએ વ્યાજખોર ઘરે આવી બઘડાટી ન બોલાવે તે ડરથી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે

શહેરના દૂધસાગર રોડ નજીક રહેતા અને આર.એમ.સી વોર્ડ નં 13 માં સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતાં સમીરભાઈ અફઝલ ભાઈ મજોઠી નામના યુવકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં માલવિયા નગર પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં યુવક વોર્ડ નં 13 માં સફાઈ અંગેનો કોન્ટ્રાકટનો ધરાવે છે.માર્ચ મહિનામાં તેના પિતા અફઝલ ભાઈનું અવસાન ગટર સફાઈ દરમિયાન ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યું હતું ત્યારબાદ વારસદાર તરીકે તેના દીકરા સમીર ભાઈએ કામ સાંભળ્યું હતું. દસ માસ સફાઈ કામ કરવા છતાં આર.એમ.સી. અધિકારીઓ પગાર  બિલ પાસ  નહિ કરી રૂ.10 લાખ જેટલી પેન્લટી માથે  થઈ જતાં  યુવકે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

યુવકે વધુમાં જણાવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેકટર બિલ પાસ કરાવવા માટે રૂ.15 હજારનો હપ્તો માંગે છે અને જો હપ્તો નહિ આપે તો પેન્લટી મારી પૈસા કાપી લેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.