જામનગર સમાચાર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટ નું કારખાનું ચલાવતા બ્રાસપાર્ટ ના કારખાનેદાર સાથે દિલ્હી એક શખ્સે બ્રાસ નો માલ સામાન ખરીદ કરી તેની ૫.૧૮.૩૧૬ ની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર મચી ગયો છે.
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા અને દરેડ જી.આઈ.ડી.સી. ફેસ -૩ માં અભય મેટલ નામનું કારખાનું ચલાવતા નીરજભાઈ નિલેશભાઈ દોમડીયા નામના વેપારીએ દિલ્હીના મોહમ્મદ હુસેન નામના શખ્સ સામે પોતાની સાથે રૂપિયા ૫.૧૮.૩૭૬ ની વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત ૧૦.૫.૨૦૨૩ ના દિવસે ઉપરોક્ત આરોપી મોહમ્મદ હુસેને પોતાની પેઢી મારફતે દરેડ ના વેપારી નીરજભાઈ દોમડીયા પાસેથી બ્રાસ ની ચીજ વસ્તુઓ વગેરે ની ખરીદી કરી હતી અને તેની ૫.૧૮.૩૭૬ ની રકમ ચૂકવવાની બાકી રહેતી હતી જે આજ દિન સુધી નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આખરે મામલો પંચકોશી બી ડિવિઝન પોલિસે આઈપીસી કલમ ૪૦૬ મુજબ ગુનો નોંધી તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.