દંપતીએ વેપારી પાસેથી કટકે – કટકે માલ મંગાવી પૈસા આપવાના સમયે હાથ ઉચા કરી લેતા નોધાવી ફરિયાદ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોઈ તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે.ત્યારે મોરબીના એક પટેલ વેપારી સાથે મુંબઈના બે શખ્સોએ રૂ.૪૬.૨૫ લાખની છેતરપિંડી કરતા તેને માળીયા મિયાણા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે મોરબીના બે શખ્સો સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા નિલેશભાઈ બચુભાઈ ગડારા નામના પટેલ વેપારીએ માળીયા મીયાણા પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીમાં મુંબઈમાં આવેલી યુનિક ઇન્ડિયા કંપનીના માલિક ગુસમહમહખાન ઉર્ફે સજ્જનખાન અને તાહિરા ગુસમહમહખાનના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતી કે,તે મોરબીમાં માળીયા.મી પાસે ભાગીદારી પેઢીમાં એરકોન માઇયોન્સ નામનું કારખાનુ આવેલ છે જેમાં અમે જીપ્સન બોર્ડની શીટ બનાવવાનું કામ કરીએ છી એક વર્ષ પહેલાં યુનીક ઇન્ડીયા કંપની ના માલીક ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન (રહે ૩૯૮/બી ગુલાબશાહ એસ્ટેટ ચોથા માળે સી એસ ટી રોડ ગ્રુપ બસ સ્ટોપ પાછળ મુંબઇ) વાળા અમારા કારખાને આવેલ અને અમોને તેમની ઓળખ આપી વાત કરેલ કે હુ જીપ્સમ બોર્ડની પી.ઓ.પી.ની શીટોનુ ટ્રેડીંગ કરૂ છુ અને મારું યુનીક ઇન્ડીયા નામની પેઢી આવેલ છે અને તેઓએ અમારી પાસેથી અમારા માલના ભાવતાલ લઇ માલ લેવાનુ નકકી કરેલ અને માલ ખરીદ કર્યા પછી ૩૦ દિવસમા પેમેન્ટ કરી દેવાનુ નકકી થયેલ જેઓ અમારી પાસેથી માલ અવાર નવાર માલ લઈ જતા હતા.
જેથી તેમને કુલ અમારી પાસેથી રૂ.૧.૯૯ કરોડનો માલ ખરીદ્યો હતો જેમાંથી તેમને રૂ.૧.૬૦ કરોડ ચૂકવી દીધા હતા.ઉપરાંત અમારી પાસેથી સાત લાખ ઉછીના લીધા હતા જેથી તેમને અમારા રૂ.૪૬.૨૫ લાખ એક વર્ષ સુધી નહિ ચૂકવરતા અમે અંતે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ પરથી મુંબઈના દંપતિ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.