રાજ્યમાં હાઈ-વે પર અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જય છે ત્યારે આજ રોજ મહેસાણામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બસ પલ્ટી જતા ૨ લોકોના મોત અને ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે તથા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી બસ સુરતથી જામ જોધપુર તરફ જતી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. બસ મહેસણા નંદાસણ પાસે પહોંચી ત્યારે બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. બસમાં અંદાજે ૧૮ લોકો સવાર હતા જેમાંથી ૨ લોકોના મોત થયા હતા અને ૬ કરતા વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસ પલ્ટી ખાઈ જતા ઘટન સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનના જાણ પોલીસને થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી બસ પલ્ટી ખાઈ જતા ક્રેઇન મારફતે મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં ૨ લોકોના મોત નીપજ્ય છે જેમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં બાદ ત્રણ ક્રેઇનની મદદથી પલટી ગયેલી લક્ઝરીને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.