લાલપુર પાસેના હરીપર ગામે વેવાઇના ઘરે આશરો મેળવવા પહોંચે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી અક્ષિતને એક દિવસના રિમાન્ડ પર લીધો
અક્ષિતના મોબાઇલની કોલ ડીટેઈલ કઢાવી ઠોંસ પુરાવા એકત્ર કરતી ક્રાઈમ બ્રાન્ચ
હત્યા પૂર્વે પાંચ દિવસ પહેલાં ઠેબચડા ગયેલા અક્ષિતે સમગ્ર કાવતરાને અંજામ આપવા સમજ આપ્યાની પોલીસ તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતો
ઠેબચડાના જમીનદાર લખધિરસિંહ નવુભા જાડેજાની હત્યાના મુખ્ય કાવતરાખોર અને કહેવાતા એડવોકેટ અક્ષિત છાયાને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે લાલપુર પાસેના હરીપર ગામ પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાયેલા અક્ષિત છાયાને અદાલતે એક દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન હત્યાના મુખ્ય કાવતરાખોર અક્ષિત છાયાની કરેલી પૂછપરછ દરમિયાન ઘટનાના પાંચ દિવસ પૂર્વે તે ઠેબચડા ગયાની છગન બીજલ સહિતના શખ્સોને મળી જમીનના કબ્જા માટે કા મરી જવું અથવા મારી નાખવા તેવી ઉશ્કેરણી કરી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. અક્ષિત છાયા કાયદાની આટીઘૂંટીનો માહિર હોવાથી તે છુટે નહી તે માટે હત્યા પૂર્વે તેને મોબાઈલમાં કોની સાથે અને શુ વાત થઇ હતી તે અંગેની વિગતો પોલીસ દ્વારા એકઠી કરી રહી છે.
ઠેબચડાની ૫૮ એકર જમીન પર લાંબા સમયથી કબ્જો જમાવ્યા બાદ સુપ્રિમ કોર્ટના આદેશથી કોળી પરિવારે ખાલી કરવી પડી હતી અને જમીનના મુળ માલિક ગરાસદાર પરિવારને તેની જમીનનો કબ્જો પરત મળતા અભણ અને કાયદાથી અજ્ઞાની કોળી પરિવારને ગેરમાર્ગે દોરી પોતે એડવોકેટ ન હોવા છતાં પોતાની જાતને એડવોકેટ ગણાવી ઠેબચડાની ૫૮ એકર જમીન તેમને પરત અપાવી દેશે તેવી મીઠી મીઠી વાત કરી કોર્ટમાં છેક સુધી લડી લેવાનું કહી ખર્ચ પેટે તેને રૂા.૧.૬૦ કરોડ નક્કી કરી રૂા.૬૮ લાખ ફી પેટે મેળવ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં અક્ષિત છાયાની કારી ફાવી ન હતી અને જમીન ગરાસદાર પરિવારને સોપી દેવાના હુકમ થયો હોવા છતાં કેસ ચાલુ હોવાનું કોળી પરિવારને સાચુ ખોટુ સમજાવતા અક્ષિત છાયાએ જમીનના કબ્જા માટે કા મરી જવુ અથવા મારી નાખવા તેવી ઉશ્કેરણી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અક્ષિત છાયા કહે તેમ કરવા ટેવાયેલા કોળી પરિવારે લખધિરસિંહ જાડેજા પર દાતરડા, ધારિયા, તલવાર, પાવડા અને કોદારી જેવા હથિયારથી હુમલો કરી હત્યા કર્યાની તેમજ અન્ય બે પર પોલીસની હાજરીમાં હુમલો કર્યાની કરૂણ ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો મુખ્ય કાતરાખોર તરીક અક્ષિત છાયા હોવાનું બહાર આવતા અને અદાલતે આગોતરા જામીન નામંજુર કરતા તેની પોલીસ ધરપકડ કરશે તેવી દહેશત સાથે લાલપુર તાલુકાના હરીપર ગામે રહેતા પોતાના વેવાઇના ઘરે આશરો મેળવવા માટે ગયો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે તેને એક દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
અક્ષિત છાયા સામે આ પહેલાં પણ જમીનના બોગસ પાવરનામા તૈયાર કરી જમીન કૌભાંડ આચર્યાનો તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. અક્ષિત છાયા સામે પોલીસે ઠોસ પુરાવા એકઠા કરવા તેના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી કોની સાથે કયાંરે અને શુ વાત થઇ તે અંગેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
હત્યાના ગુનામાં અક્ષિત છાયાના આગોતરા જામીન નામંજુર
પોલીસની હાજરીમાં ખેડુત ખેતરે હતા ત્યારે કોળી જુથ દ્વારા કરાયેલા હુમલામાં પ્રૌઢનું મોત નિપજ્યું હતુ : ૨૧ સામે ગુનો નોંધાયો છે
રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં કોળી જુથ દ્વારા ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી કાવતરાખોરની આગોતરા જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હયિાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાા જેરામ, ખીમજી નાાભાઈ, ભુપત નાાભાઈ, રોનક નાાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. આ બનાવની ઉચ્ચકક્ષાએ તેના પડઘા પડેલા અને પોલીસ અધિકારી વિરુધ્ધ ઈન્કવાયરી કરવામાં આવતા જેમાં જવાબદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી અક્ષીત કદમકાંત છાંયા નામના શખ્સે રાજકોટ સેશ.કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા અને મુળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમારની ધારદાર દલીલ તેમજ લેખીત અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જેમાં જો અક્ષીત છાંયાને આગોતરા જામીન મંજુર કરવામાં આવશે તો પુરાવાનો નાસ અને સાક્ષીઓને છોડવામાં આવશે અને અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે. તમામ દલીલથી સહમત થઈ અધિક સેશ.જજ વી.વી.પરમાર અક્ષીત છાંયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી કમલેશભાઈ ડોડીયા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ રુપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા અને ભરત સોમાણી રોકાયા છે.