દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સાયલા માર્કેટયાર્ડમાં કપાસની બમ્પર આવક થઇ રહી છે. આજે સાયલા માર્કેટયાર્ડમાં દસ હજાર મણ કપાસની આવક થઇ હતી. યાર્ડમાં અંદાજે દોઢ લાખ મણ જેટલી કપાસની આવક થઇ છે. કપાસની આવકથી યાર્ડ ઉભરાયું હતુ અને વાહનોની લાંબી લાઇનો લાગી હતી.
દિવાળીનું પર્વ નજીક આવતા લોકોને પૈસાની પણ જરૂરીયાત હોવાથી કપાસનું વેચાણ લોકો કરી રહ્યા છે.સાયલા યાર્ડના ચેરમેન કાળુભાઈ કાલીયા તેમજ સેક્રેટરી રાજભા ડોડીયાના જણાવ્યા મુજબ સાયલા એપીએમસી ખાતે ગઈકાલે 12000 મણ કપાસની આવક જોવા મળી હતી ત્યારે અન્ય દિવસોમા પણ રોજની 10000 મણ જેટલા કપાસની આવક સાયલા એપીએમસીમાં થાય છે અંદાજે દોઢ લાખ મણ જેટલી કપાસની આવક સાયલા એપીએમસી માં અત્યાર સુધીમાં થઈ ચુકી છે.
બીજી બાજુ સાયલા એપીએમસીમાં લખતર, ચોટીલા, વઢવાણ સહિતના તાલુકાઓમાંથી ખેડુતો કપાસ લઈને વેચાણ માટે આવતા જોવા મળી રહ્યા છે. આ એપીએમસીમાં સારો એવો ભાવક મળતા લોકો અન્ય તાલુકાઓમાંથી અહી વેચાણ માટે આવીર હ્યા છે ત્યારે 1000 થી લઈ અને 1725 રૂપિયા જેટલો ખેડુતોને કપાસનો ભાવ સાયલા એપીએમસીમાં હાલ મળી રહે છે તહેવારના ટાઈમે સારોએવો કપાસનો ભાવ ખેડુતોને મળતા ખુશી જોવા મળી રહી છે.