- ફેડ રેટ યથાવત રહેતા ચારેબાજુ તેજી : સેન્સેક્સ 780 પોઇન્ટ ઉછળ્યો
- વિશ્વના મોટાભાગના બજારોમાં રોનક : ભારતીય બજારમાં નિફ્ટીએ 22079 અને સેન્સેક્સે 72882ની સપાટી સ્પર્શી
શેરમાર્કેટ ન્યૂઝ : ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેને પગલે વિશ્વના મોટાભાગના માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય બજારમાં પણ આજે તેજી છે. સેન્સેક્સ 780 પોઇન્ટ જેટલો ઉછળ્યો છે. જ્યારે નિફટી 240 પોઇન્ટ વધ્યો છે.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, રિઝર્વે અનુમાન લગાવ્યું હતું કે નીચા ફુગાવાના કારણે વર્ષના અંત સુધીમાં ઉધાર લેવાનો ખર્ચ અમુક અંશે ઘટશે. ફેડ અધિકારીઓએ તેમના માર્ચ પોલિસી નિર્ણયમાં, વ્યાજ દરો લગભગ 5.3 ટકા પર સ્થિર રાખ્યા હતા, જ્યાં તેઓ જુલાઈ 2023 સુધી સેટ કરવામાં આવ્યા હતા. નીતિ નિર્માતાઓએ ડિસેમ્બર પછી પ્રથમ વખત ત્રિમાસિક આર્થિક અનુમાનોનો નવો સેટ પણ બહાર પાડ્યો હતો અને 2024માં ઉધાર ખર્ચ 4.6 ટકા પર સમાપ્ત થવાનો અંદાજ છે. તે અપરિવર્તિત આગાહી બતાવે છે કે તેઓ હજી પણ આ વર્ષે ત્રણ ત્રિમાસિક દરમાં કાપની અપેક્ષા રાખે છે.
ફેડ રેટ યથાવત રહેતા આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટીએ 22079 અને સેન્સેક્સે 72882ની સપાટી સર્પશી છે. જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.10-1.86% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે.
દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક, એનટીપીસી, પાવર ગ્રિડ અને 1.75-2.60 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ડો.રેડ્ડીઝ અને બ્રિટાનિયા 0.23- 0.62 ટકા સુધી ઘટ્યા છે.
સોના-ચાંદીમાં પણ તેજી હી તેજી
આજે એટલે કે, ગુરુવારે એમસીએક્સ એક્સચેન્જ પર ડિલિવરી માટેનું સોનું રૂ. 66,739 પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે સોનું રૂ. 1000થી વધુના વધારા સાથે ખુલ્યું હતું. આમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 5 જૂન, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું આજે 67,148 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. ડિલિવરી માટે ચાંદી રૂ 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. જ્યારે 5 જુલાઈ, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 77,835ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 2.03 ટકા અથવા 44.40 ડોલર વધીને 2,226.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં પ્રતિ ઔંસ 2,203.22 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.