રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ મથકમાં 2023ના વર્ષ દરમિયાન 615 વિદેશી દારુ અંગેના કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઝોન-1ના એરપોર્ટ, કુવાડવા રોડ, બી ડિવિઝન, આજી ડેમ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 274 વિદેશી દારુના કેસ નોંધી ુા.1.16 કરોડની કિંમતની 45,895 બોટલ વિદેશી દારુ અને બિયરનો જથ્થો, ઝોન-2ના યુનિર્વસિટી,ગાંધીગ્રામ, એ ડિવિઝન અને પ્ર.નગર પોલીસ 261 કેસ કરી રુા.37.13 લાખની કિંમતની 12,320 બોટલ વિદેશી દારુ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 80 કેસ કરી રુા.1.14 કરોડની કિંમતની 29,921 બોટલ વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો હતો.
વર્ષ દરમિયાન શહેર પોલીસ દ્વારા કબ્જે કરાયેલો રુા.2.68 કરોડની કિંમતની 88,136 બોટલ વિદેશી દારુનો નાશ કરવા કોર્ટના હુકમથી સોખડા ખાતે લઇ જઇ ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, તમામ એસીપી અને તમામ પોલીસ મથકના પી.આઇની ઉપસ્થિતીમાં બુલડોઝર ફેરવીને નાસ કરવામાં આવ્યો હતો.
હજારો લિટર વિદેશી દારુ પર બુલડોઝર ફેરવવામાં આવતા 31 ડિસેમ્બર પહેલાં સોખડા ખાતે વિદેશી દારુનો નિકાલ કરાયો હતો. તેમજ વિદેશી દારુના બોકસને સળગાવી નાખવામાં આવ્યા હતા.