- બળાત્કારીઓને આકરી સજા આપવા દેશમાં બુલંદ બનતી માંગ
શું સંસ્કૃત શિક્ષિત અને સભ્ય સમાજમાં જ્યારે ક્ધયા કેળવણી અને મહિલાઓના સન્માનની ભાવના ને ટોચની અગ્રતા આપવામાં આવે છે ત્યારે વારંવાર અબલાઓ ઉપર થતા દુષ્કર્મ અને હત્યા જેવા અપરાધો પર લગામ લાવવાની જરૂર છે બળાત્કારીઓ ને આકરી સજા આપી વિકૃત માનસિકતા વાળા ગુનેગારો ક્યારેય કોઈ અબલા પર નજર બગાડવા શુદ્ધાની હિંમત ન કરે તેવા આકરા કાયદાની માં બળાત્કારીઓને મૃત્યુ દંડ સુધીની સજા માટેની હિમાયત કરવામાં આવી રહી છે ત્યારે કોલકત્તામાં મહિલા તબીબ પર થયેલા દુષ્કર્મ અને હત્યા ના મામલાએ ફરીથી નિર્ભયાકાંડ અને ચાંદની હત્યાકાંડ જેવી કલંકિત ઘટનાઓ યાદ કરાવી દીધી છે ત્યારે અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીના શોપિંગ કોમ્પલેક્ષ પર બુલડોઝર ફેરવી દઈ અપરાધીઓને એક મેસેજ જારી કર્યો છે કે હવે ઝઘનીય અપરાધ કરનારાઓની ખેર નહીં
અયોધ્યામાં સત્તાવાળાઓએ ગુરુવારે મોઇદ ખાનની માલિકીના કથિત ગેરકાયદેસર બહુમાળી શોપિંગ કોમ્પ્લેક્સને તોડી પાડ્યું, ગયા મહિને 12 વર્ષની બાળકીના કથિત સામૂહિક બળાત્કાર અંગે એક સહાયક સાથે ધરપકડ કરાયેલ એસપી કા (65) ની 4000 ફૂટ ની મિલકત સામેની કાર્યવાહી જેની કિંમત રૂ. 3 કરોડ છે તેના ત્રણ અઠવાડિયા કરતાં ઓછા સમયમાં તેની માલિકીની અન્ય કથિત ગેરકાયદેસર માળખું – 3,000 સ્ક્વેર ફૂટ માં ફેલાયેલી બેકરી – જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી.
અયોધ્યાના ભાદરસા વિસ્તારમાં રહેતા અને અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા મોઈદ અને રાજુ દ્વારા કથિત લાંબા સમય સુધી દુવ્ર્યવહારથી બચી ગયેલી મહિલા ગર્ભવતી બની હતી અને તેને 7 ઓગસ્ટે લખનૌમાં કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા ગર્ભપાત ની યાતના માંથી પસાર થવું પડ્યું હતું. પોલીસે આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. કાનૂની કાર્યવાહીમાં આરોપીઓને આખરી સજા માટે પોલીસ કવાયત કરી રહી છે ત્યારે વહીવટી તંત્રએ મુખ્ય આરોપીના શોપિંગ કોમ્પલેક્ષ ને જમીન દોસ્ત કરી નાખ્યું હતું.