તંત્રી લેખ
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર હવે પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું મહાકદ ધારણ કરવા માટે રાખેલી સમયાવધી થી વધુ તેજ રફતારે પ્રગતિ કરી રહ્યું છે. કેન્દ્રીય અર્થતંત્રમાં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતનું સવિશેષ મહત્વ રહ્યું જ છે, ગુજરાતના વિકાસદરનુંબળ, કૃષિ,ઉદ્યોગ અને વેપાર આવકની સાથે સાથે સામાજિક રીતે ગુજરાતીઓના સમગ્ર વિશ્વ સાથેના વેપાર -સંબંધો ના કારણે ગુજરાત દેશ માટે હરએક યુગમાં “ચાલકબળ”તરીકે ભૂમિકા ભજવતું આવ્યું છે..
પ્રાચીન શાસન વ્યવસ્થામાં પણ જેની પાસે ગુજરાત હોય તે દિલ્હીની ગાદી સરળતાથી મેળવી શકે તેવી “યથાર્થ ઐતિહાસિક તથ્યસભર હકીકત” જાણે કે આજે પણ અકબંધ રહી હોય તેમ “દિલ્હીની રાજગાદી’ માટે ગુજરાત આજે પણ ગરીમાપૂર્ણ મહત્વ ધરાવે છે, જુનાજમાના નું “ગુજરાતનુંવહાણવટુ” આજે નવા કલેવર ધારણ કરીને બંદર વિકાસ થકી દેશના અર્થતંત્ર માટે “કમાઉ દીકરો” બની રહ્યો છે, ખેતીની આવક, ઉદ્યોગ, શિક્ષણ ની સાથે સાથે આરોગ્ય અને પ્રવાસન ઉદ્યોગથકી ગુજરાત ઘર આંગણે તો રૂપિયાનું સર્જન કરે છે પણ વિદેશી હુંડિયામણ ના પણ ઢગલા કરવાનું નિમિત બને છે,
ત્યારે ગોળ નાખે એટલું મીઠું થાય ની કહેવત મુજબ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના અંતરમાળખાકીય સુવિધાઓ, શિક્ષણ, રમત ગમત ઓલમ્પિક ના આયોજન માટેનું ભંડોળ સાત શહેરોને મહાનગરપાલિકાના દરજ્જા, મંદિરપર્યટન, કોસ્ટલ ટુરીઝમ, ગિફ્ટ સિટી, સાથે ટ્રાય સિટીની રચના માટે રૂપિયાની ફાળવણીમાં કોઈ કસર રાખી નથી ,ગુજરાતના વિકાસ માટે અપાયે3,32 465 કરોડનું અત્યાર સુધીનું સૌથી મહાકાય બજેટ ખરેખર ગુજરાતની ગરિમને છાજે જેવું બજેટ ગણી શકાય.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ ગુજરાતની ગરિમા ને છાજે તેવા અત્યાર સુધીના સૌથી મોટા બજેટની રાજ્યને ભેટ આપી છે ખરેખર આ મહા કાઇ બજેટ માત્ર ગુજરાતના વિકાસ માટે જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 2047 ના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાત ની મહત્તમ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણીશકાય . ગુજરાતનું બજેટ ખરેખર ગુજરાતની ગરીમાને છાજે તેવું બજેટ છે