રાજકોટ શહેરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી જામનગર પંથકની યુવતિએ લગ્નીના પાડતા તેના બોયફ્રેન્ડે ખર્ચની ઉઘરાણી કરી ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ટંકારા તાલુકાના વીરવાવ ગામના શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમિકાએ લગ્નની ના કહેતા દોઢ વર્ષ દરમિયાન કરેલા ખર્ચની ઉઘરાણી કરી ન્યુડ વીડિયો વાયરલ કરવા ધમકી દીધી
પોલીસમાંથી પ્રાપ્ત વિગતમુજબ મુળ ધ્રોલ પંથકની વતની અનેહાલ રાજકોટ શહેરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહી બીએસસી માઈક્રોમાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતીએ ટંકારા તાલુકાના વિરવાવ ગામના પૂર્વ રાજસિંહ ભુપતસિંહ જાડેજાએ ન્યુડ ફોટા અને વિડીયા વાયરલ કરી ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ–2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીછે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માતા-પિતા બન્ને વચ્ચે કોઇ બાબતે અણબનાવ થતા હુ, માતા અને મારો ભાઇ હાલ ચારેક વર્ષથી પિતાથી અલગ રહીએ છીએ.
છેલ્લા બે વર્ષથી કોલેજ મા બી.એસ.સી માઇક્રો મા અભ્યાસ કરૂ છુ. ઇન્સ્ટાગ્રામ પુર્વરાજસિંહ ભુપતસિંહ જાડેજા સાથે કોન્ટે ક થયેલો હતો.બન્ને એકબીજા સાથે ફોન પર વાત-ચીત કરતા હતા, બાદમા અમારી બન્ને વચ્ચે મિત્રતા થતા પુર્વરાજસિંહે મને તેની સાથે લગ્ન કરવાનુ કહેતા મે જણાવેલ કે અન્ય જ્ઞાતીમાં લગ્ન શક્ય નથી પરંતુ આપડી વચ્ચે જે મિત્રતા છે જે વાત પુર્વરાજસિંહને ન ગમતા તેણે ફોનમા મને ધમકી આપી કે તારે મારી સાથે લગ્ન કરવાજ પડશે જો તુ લગ્ન નહી કરેતો મારી પાસે રહેલા તારા ન્યુડ ફોટા અને વિડીયો હુ સોશીયલ મિડીયામા વાયરલ કરી દઈશ જે વાતથી હુ ડરીને મે મારા પરીવારજનોને આ વાત કરી હતી.
તા.31/12/2023 ના સાંજના નવેક વાગ્યે પુર્વરાજસિંહ મને ફોન આવેલ અને જણાવેલ કે આપડા લગ્ન વિશે તે શુ વિચાર્યું છે? તો મે કહેલ કે આપડા લગ્ન શક્ય નથી મારા પરીવારમા આ વાત માન્ય નહી રાખે તેવુ જણાવતા પુર્વરાજસિંહએ મને કહેલ કે તુ રાજકોટ છોડી જતી રહે નહીતર હુ તને અને મારા માતાને ફોન પર કહેલ કે તારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દે નહીંતર તને અને તારા દીકરાને જાનથી મારી નાખીશ અને તારી દીકરી પાછળ મે અત્યાર સુધી માં જે રૂપીયા ખર્ચ્યા છે તે પરત કરી દેજે નહીંતર હુ તને મારી ઓકાત દેખાડી દઇશ તેવી ઘમકી આપ્યાની ફરિયાદ માં જણાવ્યું હતું. પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીની જ કલાકોમાં પૂર્વરાજસિંહ ભુપતસિંહ જાડેજા ની ધરપકડ કરી વધુ તપાસ એએસઆઈ એમ.આર.ઝાલા ચલાવી રહ્યા છે