જામનગરના જોલી બંગલા વિસ્તારમાં ‘સ્પા’ ના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતીના આધારે એલસીબી ની ટીમ ત્રાટકી હતી અને ડમી ગ્રાહક મોકલાવી કૂટણખાનું પકડી પાડયું છે. પોલીસે કુટણખાના માથી કોન્ડોમનો જથ્થો અને રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કરી લઈ તેના સંચાલકની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં જોલી બંગલા વિસ્તારમાં ‘લકસ બ્યુટી એન્ડ સલૂન સ્પા’ નામના પાર્લરમાં ‘સ્પા’ ના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને ડીવાયએસપીની હાજરીમાં એલસીબીની ટીમે ડમી ગ્રાહક મોકલીને ઓચિંતો દરડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન કુટણખાનાના સંચાલક મૂળ વડોદરાના વતની અમિત કમલેશભાઈ રામી નામના શખ્સ દ્વારા બહારથી મહિલાઓને બોલાવીને ગ્રાહકો માટે કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એલસીબી ની ટીમે કુટણખાનાના સંચાલક અમિત રામીની અટકાયત કરી લીધી હતી, અને કુટણખાના માંથી કોન્ડમનો મોટો જથ્થો તેમજ રૂપિયા ૮,૬૨૦ ની રોકડ રકમ કે જે ગ્રાહકો પાસેથી ઉઘરાવાયેલી હતી, જે કબ્જે કરી લીધી હતી.
સ્પાના સંચાલક દ્વારા (સ્પા) અંદાજે છ મહિનાથી શરૂ કરાયું હતું, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કુટણખાનું પણ ચલાવવામાં આવતું હોવાનું પોલીસને ધ્યાનમાં આવતા ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડવામાં આવ્યા હતા .કુટણખાનામાં દિલ્હીથી આવેલી બે યુવતીઓ તેમજ એક વડોદરા થી આવેલી યુવતી મળી આવી હતી, જે ત્રણેય યુવતીઓને સાક્ષી બનાવીને તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પ્રકરણની આગળની તપાસ સીટી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દેવામાં આવી છે.