Abtak Media Google News

પોલીસ હેડ ક્વાર્ટરની ક્રિકેટ પીચ પર ફાંકડી ફટકાબાજી કરતાં અન્ય પોલીસ અધિકારીઓ દંગ રહી ગયા

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રાજકોટ રેન્જ ડી.આઈ.જી. કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેનો ફાઇનલ મેચ પોલીસે ગઈકાલે રમાયો હતો.

જામનગર ન્યૂઝ : ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ ના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું જ્યારે ડીઆઈજી કપના ફાઈનલ મેચમાં રાજકોટ રેન્જના બાહોશ અધિકારી અશોકકુમાર યાદવ ક્રિકેટરના સ્વાંગમાં જોવા મળ્યા હતા, અને હાથમાં બેટ લઈને તેઓ ‘બેટ ધર’ તથા ક્રિકેટર બન્યા હતા, અને ક્રિકેટની પીચ પર ઉભા રહીને કેટલીક ફટકાબાજી પણ કરી હતી. જે નિહાળીને રાજકોટ રેન્જના તમામ જિલ્લા ના અન્ય પોલીસ અધિકારી તથા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયેલા અન્ય પોલીસ કર્મચારી ક્રિકેટરો દંગ રહી ગયા હતા.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.