ડિધી પોર્ટ વાળા કલાંત્રી ડિફોલ્ટ થયા: માંડવિયા શિપીંગ મંત્રી થતા ગુજરાતનું પલ્લું ભારે
એક દાયકા પહેલા ટ્રફિક કંઝક્શનના કારણે મોડી પડતી, ફલાઇટ, હવામાં પંખીઓની જેમ ઉડતા વિમાનો અને મુસાફરોથી ધમધમતા વિમાન મથકો જોઇને કોઇ સપનામાં પણ નહોતું વિચારી શકતું હતું કે આ ઇન્ડ્સ્ટ્રી નુકસાનમાં હોઇ શકે. પણ આજે મોટા ભાગની વિમાની કંપનીઓ ગઙઅ ના બોજ હેઠળ દબાઇને ક્રેશ થઇ ચુકી છે. હવે ગત સપ્તાહે સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રનાં ડીધી પોર્ટના ચેરમેન વિજય કલાંત્રી અને તેમના પુત્ર વિશાલ ૩૩૩૪ કરોડનું ફુલેકું ફેરવવાની તૈયારીમાં છે. કંપનીએ જે ૧૬ બેંકો પાસેથી લોન લીધેલી છે તેમાં ઇઘઇ કદાચ પ્રથમ ક્રમે છે. આ સમાચાર રોકાણકારોને સ્વાભાવિક રીતે જ એક ફડક બેસાડી શકે છે કે શં હવાઇ સેવા બાદ હવે શું જળ સેવાનો વારો આવી રહ્યો છૈ..?! જો કે જોકે એવિએશનમાં સિવીલ સેવાને અસર થઇ છે જ્યારે અહીં શીપીંગ એટલે કે માલવાહક સેવાની વાત છે. એટલે જ લેટ્સ થિંક પોઝીટીવ..! ખાસ કરીને જ્યારે આપણા સૌરાષ્ટ્રનાં જ એક નેતા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં શિપીંગ મિનીસ્ટર બન્યા છે ત્યારે..! એમાયે ગુજરાતનાં બંદરોના વિકાસની વાતો વહેતી થઇ છે ત્યારે..!
વિજય કલાંત્રી વિલફુલ ડિફોલ્ટ થઇ રહ્યા હોવાની ઇઘઇ ની અખબારી જાહેરાત બાદ હવે કલાંત્રી ડિફોલ્ટ અને વિલફુલ ડિફોલ્ટની વ્યાખ્યા કરી રહ્યા છે. અને પોતાની પાસે નાણા નહોવાથી ચૂકવવામાં પરેશાની છે તેથી પોતે વિલફુલ ડિફોલ્ટ નહોવાનો દાવો કરી રહ્યા છે. ખેર સરવાળે પૈસા નથી એ સૌ એ માનવાનું રહ્યું.
આમ જોઇએ તો બારતની શીપિંગ ઇ્ન્ડસ્ટ્રી વર્ષે ૬૭૯૩ લાખ ટનનો માલ વહન કરે છૈ અને છેલ્લા એક વર્ષમાં ૫.૧૩ ટકા જેટલો ટ્રાફિક વધ્યો છે. જોકે દેશનાં ૧૨ મોટા તથા ૨૦૦ જેટલા નાના બંદરોની કુલ ક્ષમતા ૧૪૫૨૦ લાખ ટનની છે. મોટા બંદરોનો નફો ઋઢ-૧૩ માં ૧૧૫૦ કરોડ રૂપિયા હતો તે વધીને ઋઢ-૧૮ માં ૩૪૧૩ કરોડ રુપિયા થયો છે. ઓપરેટીગ માર્જીન ૨૩ ટકા થી વધીને ૪૪ ટકા થયું છે. તેથી હાલમાં તો આ ઇન્ડસ્ટ્રીની હાલત એવિએશન જેવી થાય તેમ લાગતું નથી.
સરકારનું લક્ષ્ય વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશનાં બંદરોની વહન ક્ષમતા ૩૧૩૦૦ લાખ ટને પહોંચાડવાની છે. હવે જો ૧૬૦૦ કિલોમીટર ની કોસ્ટલાઇન સાથે ગુજરાત ભારતની કુલ કોસ્ટલાઇનમાં ૨૪ ટકા હિસ્સા સાથે પ્રથમ સ્થાને હોય તો ગુજરાતને આનો લાભ શા માટે ન મળે? આ સવાલનાં જવાબ માટે જ કદાચ મોદીજીએ આ ખાતું મસનસુખ ભાઇને સોંપ્યુ છે. કારણ કે ઇતિહાસનાં ચોપડામાં ગુજરાતમાં કુલ ૪૧ બંદરોની નોંધ છે જેમાંથી હાલમાં માંડ અડધો ડઝન કાર્યરત છે. ઘો્ઘા, ભાવનગર, બીલીમોરા, સલાયા, સંજાણ તથા તુના જેવા ઘણા બંદરો હતા તે આપણે પણ જાણીએ જે આજે હતા ની યાદીમાં છે.
બેશક એક સમયે બારમાસી બંદર તરીકે ઓળખાતા અને આજે લગભગ લુપ્ત થઇ ગયેલા જોડિયા બંદરના ફરી વિકાસનો રોડ મેપ તૈયાર થયો છે. આ ઉપરાંત છેલ્લા બે દાયકામાં પીપાવાવ બંદરનો પણ ગુજરાતમાં વિકાસ થયો છે. પણ આ હજુ શરૂઆત માની શકાય ગુજરાતનાં ઉદ્યોગો અને કોસ્ટલ બેલ્ટમાં એટલી ક્ષમતા છે કે આવા બીજા ૧૨ બંદર વિકાસ પામે તો પણ તેમને ટ્રાફિક મળી રહે. બેશક ઉદ્યોગોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય બચે તો ગુજરાતનો વિકાસ અનેકગણી ઝડપે થઇ શકે તેમ છે. જોડિયાથી મોરબી માંડ એકાદ કલાકના અંતરે છે. વિકાસની દિશામાં આગળ વધવા માટે સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓએ હાલમાં જ જોડિયા નજીક મોરબી થી ૪૫ કિલોમીટરે આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કગૠ ટર્મિનલ સ્થાપવાના કરાર કર્યા છે. જે અંતર્ગત હવે ફ્લોટીંગ સ્ટોરેજ અને રીગેસીફિકેશન યુનિટની સ્થાપના કરવામાં આવશે જેનાથી મોરબીના સિરામિક યુનિટોને સસ્તો કગૠ મળી રહેશે અને હાલમાં જે ૨૦ ટકા સુધીના ગેસ કાપથી ઇન્ડસ્ટ્રી પરેશાન છે તેમાં રાહત મળશે. નવા શિપીગ મિનીસ્ટરે આવા સમાજને લાભદાયક પ્રોજેક્ટ માટે રિસર્ચ કરાવવાનું રહેશે અને તેનો અમલ કરીને ઇન્ડસ્ટ્રીનો વિકાસ કરવાનો રહેશે. આટલુ કરે એટલે મોદીજીની સરકારમાં તેમના રિપોર્ટ કાર્ડમાં અ ગ્રેડ આવશે.!