ભારતમાં સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને લોજીસ્ટીક મારફતે રોજગારીની નવી તકો ખુલશે
ભારત દેશમાં કોઈપણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાં માટે વિદ્યાર્થીઓએ અર્થાગ પરીશ્રમ અને પ્રયત્નો કરવા પડતા હોય છે ત્યારે વિશ્વમાં લોજીસ્ટીક અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટનાં કોર્સીસ સૌથી વધુ પ્રચલિત છે અને વિદ્યાર્થીઓને તેમાં કેરીયર બનાવવાની ઉજળી તક રહેલી છે ત્યારે લોજીસ્ટીક અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટનાં કોર્સીસ બીબીએ અને એમબીએનાં વિદ્યાર્થીઓ માટે એક ઉજળી તક ઉભી કરશે.
લોજીસ્ટીક ક્ષેત્રે થતાં શૈક્ષણિક કોર્સો માટેની જાગૃતતા હાલ ભારત દેશમાં જોવા મળતી નથી ત્યારે જો આ પ્રકારનાં કોર્ષ માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા કેળવાય તો ભારત દેશને અડચણરૂપ આ તમામ સમસ્યાઓને નિવારી શકાશે. દા.ખ. તરીકે કપાસનાં ઉત્પાદનમાં જીનિંગ, સ્પીનીંગ અને વિવીંગ કરવાની પઘ્ધતિ રહેલી છે જેના માટે કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થતું જોવા મળે છે.
ત્યારે જીનિંગ માટે તે કપાસને કોઈ બીજી જ જગ્યા પર સ્પીનીંગ માટે પણ કોઈ અન્ય સ્થળ ઉપર એવી જ રીતે વિવીંગ માટે કપાસને અન્ય જગ્યા પર રાખવામાં આવતું હોય છે. આ કાર્ય કરવાથી ટાઈમ એટલે કે સમય પણ ખુબ જ બગડે છે. મુસાફરીમાં પણ એટલો જ સમય બગડે ત્યારે કપાસમાંથી એક ફિનીસ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં કુલ ૯ માસનો સમય લાગે છે. જયારે તેજ પ્રોડકટ ચીનમાં એક જ સ્થળ ઉપર તમામ કાર્યમાંથી પસાર થાય અને ફિનીસ પ્રોડકટ બનાવવામાં આવે છે.
લોજીસ્ટીક એટલે કે સ્ટોક ગણતરી, સ્ટોકનો વપરાશ કેટલો તે તમામ માહિતીને સાથે રાખી કાર્ય કરવામાં આવતું હોય છે પરંતુ લોજીસ્ટીક અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટમાં ભારતમાં હવે બીબીએ અને એમબીએ કરતાં વિદ્યાર્થીઓમાં અનેરી ઉજળી તક રહેલી છે. આ ક્ષેત્રે કોઈપણ સમયે મંદી જોવા મળતી નથી. તમામ આર્થિક પરિસ્થિતિમાં લોજીસ્ટીક અને સપ્લાય ચેઈનનું મહત્વ ખુબ જ વધારે રહેતું હોય છે.
વૈશ્ર્વિક કંપનીઓ જેવી કે ફેડેક્ષ, ડીએચએલ, ફલીપકાર્ટ, એમેઝોન જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાની નિપૂર્ણતા ધરાવે છે. સાથોસાથ એક વિશ્વનીય કામગીરીનું પણ ભારણ પોતાનાં પર લઈ વિશ્વા આપવામાં મદદરૂપ થાય છે. ભારતમાં જો લોજીસ્ટીક અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ વિશે જાગૃતતા કેળવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં પણ સર્વાંગી વિકાસ થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. લોજીસ્ટીકનાં ઉપયોગથી માર્ગ પરિવહન, દરિયાઈ પરિવહન અને અવકાશ પરિવહનનાં ખર્ચામાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળશે.