વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ર્ન હલ થતા ગ્રામજનોમાં હર્ષ ફેલાયો
ગોંડલ શહેરથી 6 કિમી દૂર આવેલ વોરા કોટડા ગામ પ્રતિવર્ષ ચોમાસાના ભારે વરસાદ માં વિખૂટું પડી જતું હોય નદી ની બેઠી ધબી ઉપર પુરના પાણી માં અનેક લોકો તણાઈ જવાની ઘટના ઓ બની હોય ગ્રામજનો અને ગામના આગેવાન ભાવેશભાઈ ભાસા દ્વારા સ્થાનીકથી લઈ ગાંધીનગર સુધી અનેકોવાર રજૂઆતો કરવામાં આવી હોય આ રજૂઆતને સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાહિતનાઓ દ્વારા જરૂરી ગણાવી વેગ આપવામાં આવ્યો હોય રાજ્ય સરકાર દ્વારા રૂ.4 કરોડ ની ગ્રાન્ટ મંજુર કરી આપવામાં આવતા આગામી સમયમાં નદી ની બેઠી ધાબી ઉપર બ્રિઝ નું કામ શરૂ કરવામાં આવનાર હોય ગ્રામજનોમાં હર્ષ ની લાગણી ફેલાવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે પ્રતિવર્ષ ચોમાસામાં વોરા કોટડા ગામની હાલત બદતર થઈ જતી હતી રોજિંદા અપડાઉન કરતા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોની હાલત કફોડી બની જતી હતી અતિ આવશ્યક સમયે બેઠી ધાબી ઓળનગવા માં ઘણી માનવ જિંદગી પુરના પાણીમાં તણાઈ જવા પામી હતી.