તો ચાર દિવસની વાર છે.’’ એ હરખભેર ઠપકો દેતાં બોલી.
‘‘દિવસોને જાતાં શું વાર લાગે ?…. પણ તારી યુક્તિ હું સમજી ગયો. તારે મને બારીએથી હટાવીને રાહ જોવાની સાગિણી થવું છે કાં?!!
આમ આધેડ વયનાં એ બન્ને હળવી રમૂજો કરી લેતાં.‘મને લાગે છે કે આપણા ફેઇસ એ ભૂલી ગયો હશે.” એ વાસ્તવિકતા રજૂ કરતો હોય એમ બોલ્યો
“ના, ના, મારો ફેઇસ નહિ ભૂલે… પણ તમારે નક્કી નહિ.”
“કાં? મેં કાંઇ ગુનો કર્યો છે ?”
‘“ઠીક, ચાલી જવા દો એ વાતને, ચાર દિવસ જાતાં વાર નહીં લાગે, આપણે છાપામાં જાહેરાત તો આપી દઇએ.”
“શાની વળી જાહેરાત ’
‘લ્યો, તમે તો વળી સાવ… અમેરિકાથી ટૂંક સમય માટે આવતા યુવક માટે કન્યા.”
‘‘હા, હા, એ તો ચેતનની ઇચ્છા જાણીને પછી આપી દઇશું.”
અને બરાબર ચાર દિવસ પછી છાપામાં આવી ગયું- એક નિઃસંતાન દંપતીએ આત્મહત્યા કરી લીધી!!