માદરે વતનમાં વીર જવાનની અંતિમવિધી કરાઇ
ધોરાજી તાલુકાના ચીચોડ ગામના વતની એવા મનુભા ભોજાભા દપાતર ઉ.વ.39 લેહ-લદાખ ખાતે ર્માં ભોમની રક્ષા કરતા શહીદી વહોરી લીધી હતી અને તેમનો પાર્થીવ દેહ માદરે વતન જતા પહેલા ધોરાજીના સરદાર ચોક ખાતે આવતા ધોરાજી શહેરના હજ્જારો નાગરિકો અને ચીચોડ ગામના તમામ લોકો ધોરાજીના સરદાર ચોક ખાતે વીર શહીદનો પાર્થીવ દેહ આવતા પંચનાથ મંદિરના મહંત શ્રધ્ધાનંદગીરી અને અગ્રણીઓ હાજર રહી હારતોરા કરી વીર જવાનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને આ તકે સરદાર ચોકમાં હજ્જારો લોકોની હાજરી ધોરાજીના રોડ પર પસાર થતા લોકોએ પુષ્પવર્ષા કરેલ હતી અને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ અને આ તકે વિશાળ સંખ્યામાં નિવૃત્ત જવાનો હાજર રહી સલામ આપેલ હતી અને બાદમાં ધોરાજીથી પીપળીયા મોટીમારડ જમનાવડ ગામજનોએ વીર જવાનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા અને ચીચોડ ગામના સરપંચ મયૂરભાઇ સીંગાળા, દલસુખભાઇ વાગડીયા, ગૌતમભાઇ વઘાસીયા અને જુદીજુદી સંસ્થાના અગ્રણીઓ હાજર રહી વીર જવાનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
બાદમાં વીર શહીદ મનુભાનો પાર્થીવ દેહ માદરે વતન ચીચોડ ગામે પહોંચતા આશુઓના શૈલાબ જોવા મળેલ હતો અને ભારે શોકનું વાતાવરણ સર્જાયું હતું અને લશ્કરના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયેલ હતો અને શહીદ થનાર મનુભાને એક પુત્ર હોય તેને પિતાની છત્રછાયા ગુમાવી હતી અને આ તકે હજ્જારો લોકો હાજર રહી વીર શહીદને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.