સજના હૈ મુજે ‘સજના’ કે લિયે…
આજનો યુવા વર્ગ પોતાના શરીરની સંભાળ સાથે ચહેરા અને પોતાના કેશ બાબતની સંભાળ કરતો જોવા મળે છે ત્યારે ટીવી
સિરીયલો-ફિલ્મોના કલાકારો જેવી વિવિધ હેર સ્ટાઇલથી પ્રભાવિત થઇને તેવી સ્ટાઇલ કરવા પ્રેરાય છે: માનુનીઓ પોતાના
રૂપકડા ચહેરાને ઓર નિખાર આપવા મેકઅપ સાથે વિવિધ હેરસ્ટાઇલથી ચહેરાને નવા જમાનોનો લૂક આપે છે
વર્ષો પહેલા લોકો ચહેરા અને હેર સ્ટાઇલ બાબતે બહુ જાગૃત ન હતા ફિલ્મો ટીવીની અસરબાદ આજના યુવા વર્ગમામ્ં નીત નવી હેર સ્ટાઇલનો કેઝ વધવા માંડયો છે. ખાસ યુવા માનુની ઓ પોતાના રૂપકડા ચહેરાની સાથે તેને અનુરૂપ વિવિધ હેર સ્ટાઇલ કરીને સજી ધજી રહી છે.
આજે ૧૮થી ૩૫ વર્ષની માનુનીઓ સૌથી વધુ પોતાના કેશ બાબતે સભાન જોવા પામી રહી છે. આ બાબતે વર્ષોથી કાર્યરત પારૂલબેન નિતીનભાઇ ભટ્ટીએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે આજની ૨૧મી સદીમાં લગ્ન સગાઇ કે પરિવારના શુભ પ્રસંગો સિવાય રૂટીંગ લાઇફમાં પણ માનુનીઓ હેર સાઇલ માટે સજાગ છે.
આજકાલ ડિપ યુકટ, યુકટ, રિવર્સ ગ્રેજયુએશનના જુના, નવા વર્ઝન, યુનિક કટ, વેજકટ, મલ્ટીલેયરીંગ, મોર્ડન બ્લન્ટકટ, પોટ કટ, ફેધરકટ અને રેઝર કટ જેવી વિવિધ હેર સ્ટાઇલની માનુનીઓમાં બોલબાલા છે. લગ્ન પ્રસંગેકે પરિવારના શુભ પ્રસંગોમાં જલ વિધિ, બર્થ ડે પાર્ટી, સગાઇ, કંકુ પગલા, મંડપ, પિઠી, દાંડીયા, મેરેજ, રિસેટશન કે કોઇ પણ ફકશનને અનુરૂપ બ્યુટી પાર્લર વિવિધ હેર સ્ટાઇલ કરી આપતા હોય છે. પોતાના કેશ બાબતે સભાન માનુની તેની પાછળ હજારો રૂપિયાના ખર્ચ સાથે શેમ્યુ તેલની દરકાર રાખે છે.
ચહેરાની સુંદરતા વધારતા મેકઅપમાં વોટર પ્રફુ, ડે, નાઇટ, એચ.ડી, એર બ્રશ સાથે થ્રીડી મેકઅપ પવર્તમાન સમયમાં માનુનીની પ્રથમ પસંદગી છે. જુની સાઇલમાં સ્ટ્રેકટર, સ્ટાર ગ્રેજયુએશનકર, કરવેન્ચરકટ, કલાસીક બ્લન્ટ કટ, મેક ઓવર કટ અને ઇન્વટર અન્ડર લેયરીંગ કટનો પણ એટલુ જ ચલણ છે.
સામાન્ય પરિવારની માનુની પણ પોતાની તેવડ પ્રમાણે હેરની સંભાળ સાથે વિવિધ સ્ટાઇલ કરીને પોતાના લુકને વધુ નિખાર આપવા સતત કાર્યશીલ જોવા મળે છે ત્યારે શ્રીમંત વર્ગો આ બાબતે મસમોટી રકમ ચુકવીને શ્રેષ્ઠમેક અપને વિવિધ સ્ટાઇલને કારણે પોતાની ઉમંર પણનાની બનાવી દે તેવો અંદાજ કરતી જોવા મળે છે. વસ્ત્રોમાં જીન્સ ટી શર્ટ સાથે કુર્તી લેગીન્સ, જીગીન્સની પસંદગીમાં હેર સાઇલના લુકનો ઉમેરો કરીને કઇક નોખું-અનોખુ માનુનીઓ જોવા મળે છે. મેકઅપમાં ૭૦૦થી લઇને ૪૫ હજાર જેટલો પેકેજ ખર્ચ, હેર ટ્રીટમેન્ટમાં ૫૦૦થી ૧૫૦૦૦નો ખર્ચ તો સ્કીન હેરમાં પણ ૨૦૦થી ૭ હજાર જેટલો ખર્ચ કરી રહી છે. છેલ્લા દશકામાં બ્યુટી પાલરોની સંખ્યા શહેરમાં દિન પ્રતિદીન વધી રહી છે, શેરી ગલ્લીઓમાં રૂપકડા નામ તળે હેર પાર્લરો ખુલ્લી રહ્યા છે.
કોરોનામાં પાર્લરના રૂલ્સ
* ટેમ્પરેચર ચેક કરવું
* પાર્લરમાં માસ્ક ફરજીયાત
* સામાજીક અંતર જાળવવાની કાળજી
* હેન્ડ વોશ કે સેનીટાઇઝ બાદ પ્રવેશ
* હાથ-પગમાં ગ્લોઝ પહેરવા
* બીન જરૂરી વસ્તુઓને સ્પર્શ ન કરવો.
* સાધનોને સ્ટરી લાઇઝ કરવા
માનુનીઓની પ્રથમ પસંદ છે આ સ્ટાઇલ
* ડિપ યુકટ * યુકટ* રિવર્સ ગ્રેજયુએશન ઓલ્ડ એન્ડ ન્યુ વર્ઝન * વેજ કટ * મલ્ટી લેયરીંગ * મોર્ડન બ્લન્ટકટ * પોટકટ * ફેધરકટ * રેઝર કટ
ટેમ્પરેચર ચેક કરવું
* પાર્લરમાં માસ્ક ફરજીયાત
* સામાજીક અંતર જાળવવાની કાળજી
* હેન્ડ વોશ કે સેનીટાઇઝ બાદ પ્રવેશ
* હાથ-પગમાં ગ્લોઝ પહેરવા
* બીન જરૂરી વસ્તુઓને સ્પર્શ ન કરવો.
* સાધનોને સ્ટરી લાઇઝ કરવા
માનુનીઓની પ્રથમ પસંદ છે આ સ્ટાઇલ
* ડિપ યુકટ * યુકટ * રિવર્સ ગ્રેજયુએશન ઓલ્ડ એન્ડ ન્યુ વર્ઝન * વેજ કટ * મલ્ટી લેયરીંગ * મોર્ડન બ્લન્ટકટ * પોટકટ * ફેધરકટ * રેઝર કટ