ફેસબુક જેવી કંપનીઓ પર લોકોની ગોપનીયતા અને ડેટા હેરાફેરીમાં દખલ હોવાના આક્ષેપો થયા છે. હવે ફેસબુક લોકોની વિચારસરણીને શોધી કાઢી તેને એક્શનમાં ફેરવવાની તૈયારીમાં છે.
ફેસબુકએ તેના કર્મચારીઓને કહ્યું છે કે કંપની એક એવું સાધન વિકસાવી રહી છે કે જે સમાચારના લેખોને સિંક્રનાઇઝ કરશે .જેથી વપરાશકર્તાઓએ તેમને વાંચવા ન પડે. આ ટૂલથી વિચારોને એક્શનમાં પરિવર્તિત થઈ શકે છે તેવુ માનવામાં આવી રહ્યું છે.
કંપનીએ ટીડીએલઆર (Too long didn’t read) રજૂ કર્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાધન જે કોઈ સમાચાર લેખનો સાર બનાવી શકે છે. આ ટૂલ મોટા સમાચાર લેખોને બુલેટ પોઇન્ટમાં તોડી નાખશે જેથી વપરાશકર્તાઓએ આખો લેખ વાંચવો ન પડે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020માં ફેસબુકે તેની બ્લોગપોસ્ટમાં કહ્યું હતું કે, કંપની એક એવું સાધન બનાવવા માંગે છે જે મન વાંચે. કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે સાધન વ્યક્તિના વિચારને ક્રિયામાં રૂપાંતરિત કરી શકે છે. જો કે આ અહેવાલ પછી ફેસબુક દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.