કુવાડવા રોડ પર વિદેશી દારુનું કટીંગ કરતા ત્રણ શખ્સો રુા.2.16 લાખની 360 બોટલ દારૂ સાથે પકડાયા
થર્ટી ફસ્ટ નજીક આવતા બુટલેગરો દ્વારા વિદેશી દારુ મોટા પ્રમાણમાં મગાવતા પોલીસ સર્તક બની લીસ્ટેડ બુલટેગરો પર વોચ રાખવાની અને હાઇવે પર વાહન ચેકીંગ ઝુંબેશ શરુ કરી છે. નવાગામ પાસેથી રુા.14.60 લાખની કિંમતના 2928 બોટલ વિદેશી દારુની બોટલ કોલસાની ભૂક્કીમાં છુપાવી લાવતા ટેન્કર ચાલકને ઝડપી લીધો છે. જ્યારે કુવાડવા રોડ પર વિદેશી દારુનું કટીંગ કરતા ત્રણ શખ્સોને એલસીબી સ્ટાફે રુા.2.16 લાખની 360 બોટલ દારુ સાથે ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ નજીક જીજે01જેટી 8611 નંબરનો આઈસર મિનિ ટ્રક વિદેશી દારૂ ભરેલો ઉભો હોવાની મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ નવાગામ ખાતે વોચ ગોઠવી હતી જેમાં ટ્રક પાસે ત્રણ શખસો અંધારામાં ઉભેલા દેખાયા હતા. પોલીસ ટ્રક નજીક પહોંચતા જ ત્રણ શખસો અંધારામાં નાસી છૂટયા હતા. પોલીસે મૂળ રાજસ્થાનનો અને હાલ હળવદમાં રહેતો રતનલાલ માંગુલાલ ગુર્જર ને ઝડપી લઇ ટ્રકની તાળપત્રી હટાવીને તપાસ કરતા કોલસાની ભૂકી ભરેલા કોથળા નીચે વિદેશી દારૂની 14,64000ની કિંમની 2928 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત 9 લાખની કિંમનું આઈસર, એક મોબાઈલ મળી 23.74 લાખનો જથ્થો કબજે કરી રતનલાલની ધરપકડ કરી છે. જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલા બન્ને શખસો હાલ અમદાવાદમાં રહેતા હરિયાણાના વતની મંજીત શર્મા તથા છોટી શર્મા હોવાનું ખુલતા પોલીસે નાસી છૂટેલા શખ્સોને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. પરસાણાનગરમાં રહેતા શબ્બીર કાળુ શેખ, ભગવતીપરાના અયાઝખાન ફિરોઝખાન પઠાણ અને આસિફ ઉર્ફે માયો ઇબ્રાહીમ થેબેપોત્રા નામના શખ્સોને બાતમીના આધારે એલસીબી ઝોન-1ના સ્ટાફે કુવાડવા રોડ પર પટેલ પરોઠા હાઉસ પાસેથી રુા.2.16 લાખની કિંમતની 360 બોટલ વિદેશી દારુ સાથે ધરપકડ કરી તેની પાસેથી ટાટા પીકઅપ, બે એક્ટિવા અને ત્રણ મોબાઇલ મળી રુા.4.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.