કોરોના સામે કઈ રસી સૌથી વધુ કારગર ? કઈ રસી લઈશું તો કોરોનાના સંક્રમણથી દૂર રહીશું જેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચિત છે. પરંતુ જો ભારતમાં ઉત્તપન્ન થયેલી રસીની વાત કરીએ તો દેશમાં આપણી રસી કોવિશિલ્ડ અને કોવેકસીન છે. કોવિશિલ્ડ એ પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા વિકસાવવામાં આવી છે. જ્યારે કોવેકસીનને ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે. આ બંને માંથી ભારતની સંપૂર્ણ સ્વદેશી રસી કોવેકસીનને સૌથી વધુ કારગર મનાઈ રહી છે. કોરોના સામેની ભારતની લડાઈમાં કોવેક્સિન સિવાય છુટકો જ ન હોય તેમ લાગી રહ્યું છે.
ભારતમાં મહામારી સામેની લડાઈમાં કોવેકિસન સિવાય છુટકો નથી !!
તાજેતરમાં સાર્સ-કોવી-2 પરના એક અહેવાલમાં વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાઈરોલોજી (એનઆઈવી)એ આ અહેવાલમાં કહ્યું છે કે કોવાક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના સામે એક મોટી મદદ કરી શકે છે. કાચિડાની જેમ કલર બદલતા કોરોના અને તેની સામે વિકસિત થનારા નવા જોખમોનો ઉપાય કોવેકસીનનો બુસ્ટર ડોઝ પૂરો કરી શકે છે. તે વાઇરસ સામે લાંબા ગાળાના રક્ષણ આપી શકે છે
કોવિડ સામેના બૂસ્ટર ડોઝની શોધ કેટલાક દેશોમાં અન્ય રસી સાથે કરવામાં આવી રહી છે. આઇસીએમઆર-એનઆઈવી ડિરેક્ટર, જણાવ્યું છે કે ભારતમાં પણ આ પ્રકારનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. કોવેકસીનનો બુસ્ટર ડોઝ એટલે કે અન્ય કોઈ પણ રસીના બે ડોઝ લીધા પછી કોવેકસીનનો એક ડોઝ આપવો. તેમજ બૂસ્ટર ડોઝ મેળવનાર વ્યક્તિએ સંપૂર્ણ બે ડોઝ શેડ્યૂલનું પુનરાવર્તન કરવું પડશે નહીં.