- બ્રહ્મ સમાજની વાડી ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
- નિવૃત પ્રોફેસર કુ. નિવેદિતા ત્રિવેદીના પુસ્તક “મારી કર્મભૂમિ-ધ્રાંગધ્રા”ના વિમોચન કરાયું
- નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત
ધ્રાંગધ્રા ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે નિવૃત પ્રોફેસર કુ. નિવેદિતા ત્રિવેદીના પુસ્તક “મારી કર્મભૂમિ-ધ્રાંગધ્રા”ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. એસ.એસ.પી.જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રાના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રાધ્યાપિકાતાએ જીવનની તમામ મૂડીને સમાજકલ્યાણ પ્રવૃત્તિ તેમજ પ્રોપર્ટી કોલેજના વિકાસ માટે દાન આપી હતી. સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્ય કરતી વિવિધ પ્રકારની સંસ્થાઓ દ્વારા જરૂરિયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે પ્રોફેસર હમેશા કાર્યરત હોય છે. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા કેમિકલ વર્ક્સના અધિકારી ડૉ. બી. આર. સીધવી, ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રકાશ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રા ઔદિચે બ્રહ્મ સમાજ ની વાડી ખાતે યોજાયો નિવૃત પ્રોફેસર કુ.નિવેદિતાબહેન ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ-ધ્રાંગધ્રા (૧૯૬૪ થી ૨૦૨૪) વિમોચનનો કાર્યક્રમ જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા કેમિકલ વર્ક્સના અધિકારી ડૉ.બી.આર.સીધવી ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રકાશભાઈ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો શિક્ષકો તેમજ નિવૃત પ્રોફેસર નિવોદિતાબેન ત્રિવેદી પાસે અભ્યાસ કરી ચૂકેલ તેમજ તેમની સાથે કોલેજ કાળમાં સાથે સર્વિસમાં જોડાયેલ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા..
એસ.એસ.પી.જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રાંગધ્રાના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રાધ્યાપિકા તેમજ હળવદ, ધ્રાંગધ્રા અને વઢવાણની નામાંકિત શૈક્ષણિક, તબીબી, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓમાં પોતાના જીવનની તમામ મૂડીને સમાજકલ્યાણ પ્રવૃત્તિ અર્થે પોતાની તમામ મિલકત પ્રોપર્ટી નુ દાન કરનાર નિવૃત પ્રોફેસર કુ.નિવેદિતાબહેન ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ-ધ્રાંગધ્રા (૧૯૬૪ થી ૨૦૨૪) વિમોચનનો કાર્યક્રમ આજરોજ ધ્રાંગધ્રા ઔદિચે બ્રહ્મ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા કેમિકલ વર્ક્સના અધિકારી ડૉ.બી.આર.સીધવી ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રકાશ શાહ તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો શિક્ષકો તેમજ નિવૃત પ્રોફેસર નિવોદિતાબેન ત્રિવેદી પાસે અભ્યાસ કરી ચૂકેલ તેમજ તેમની સાથે કોલેજ કાળમાં સાથે સર્વિસમાં જોડાયેલ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે નિવૃત્ત પ્રોફેસર નિવોદિતાબેન ત્રિવેદી 1964થી ધ્રાંગધ્રામાં રહે છે અને ધ્રાંગધ્રા એસ એસ પી જૈન કોલેજ માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરજ બજાવી અને નિવૃત પણ અહીંયા થયા હતા નીવોદીતાબેન ત્રિવેદી ધ્રાંગધ્રા નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે સાથે NCC માં ફરજ. બજાવી હતી.
નિવૃત થયા બાદ પણ શિક્ષણ પ્રત્યે લગાવ હોવાથી સ્કૂલ પણ શરૂ કરી છે ત્યારબાદ સેવાકીય પ્રવૃત્તિઓ માં કાર્ય કરતી વિવિધ પ્રકારની સંસ્થાઓ જેવી કે આરોગ્ય સેવા શિક્ષણ સેવા ભોજનાલય ધાર્મિક સેવા જરૂરિયાત વર્ગના લોકોને મદદરૂપ થવા માટે આગળ આવ્યા જેમાં તેમણે અંદાજીત દોઢ કરોડ જેટલી રકમનુ દાન આપ્યું હતું સાથે પોતે જ્યાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ત્યાં પણ વધુ સારું શિક્ષણ ની મળી રહે તે માટે દાન આપવામ આવ્યું હતું અને તેમની પ્રોપર્ટી પણ કોલેજના વિકાસ માટે દાન માં આપી દીધેલ છે આમ કુલ મળીને અંદાજીત રકમ ત્રણ કરોડ રૂપિયાનું દાન આ નિવૃત મહિલા પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું છે જે બધી વિગત આજે થયેલ પુસ્તક વિમોચનમાં કરવામાં આવી હતી સાથે જીવનમાં કરેલ સંઘર્ષ વિશે ની વાતો પણ પુસ્તકમા કરવામાં આવી છે.
અહેવાલ: સલીમ ઘાંચી