નામાંકિત ઓર્થોપેડીક સર્જેનોએ સેવા આપી: 165 દર્દીઓએ લાભ લીધો
ગીત ગુર્જરી સોસાયટી -6, એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સ્યુટસ હોટેલની સામેના રોડ ખાતે ડાયાબિટીસ ને સમર્પિત રોટરી લલિતાલય હોસ્પિટલ માં ગત રવિવાર , તા . 20/11 ના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે વિના મૂલ્યે હાડકાં ની તપાસ અને સચોટ નિદાન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું . આ કેમ્પ માં હાડકાં તથા સાંધા ના રોગ અને તકલીફ , સંધિવા , ગઠિયો વા , અન્ય પ્રકાર ના વા , સ્નાયુ – માંસપેશી ના દુખાવા અને રોગ , ફેક્ચર અને અન્ય હાડકાં , સાંધા , સ્નાયુ ની ઇજાઓ , ગોઠણ , ઘૂંટી , ખંભા ના તાણીયા , મિજાગરા ગાદી ની ઇજાઓ , બાળકો ને થતાં હાડકાં ના રોગ , રસી – પાક બગાડ , જન્મ જાત ખોડખાંપણ , સાંધા બદલવાના (જોઇન્ટ ઉપલેસમેન્ટ) ઓપરેશન વિષે ની તપાસ અને માહિતી , ફિઝિયોથેરાપી (કસરત) અંગે માહિતી અને માર્ગદર્શન વિના મૂલ્યે આપવામાં આવી હતી .
શહેરના નામાંકિત ઓર્થોપેડીક સર્જન ડો . કેતન ઠક્કર , ડો. ભાવેશ સયદે, ડો . રોહન પારવાણી (બાળકો ના ઓર્થોપેડીક સર્જન), ડો . કૃતિ દેસાઇ -ફિઝિયોથેરાપિસ્ટ વગેરે આ કેમ્પ માં પોતાની સેવા આપી હતી. આ કેમ્પ માં લગભગ 165 જેટલા દર્દીઓ એ કેમ્પ નો લાભ લીધો હતો . કેમ્પ ને સફળ બનાવવામાં રોટરી ક્લબ ( મિડટાઉન ) ના હોદેદારો અને સભ્યો દ્વારા માર્ગ દર્શન પૂરું પાડવામાં આવેલ હતું.