રવિવારે સવારે શ્રીલંકામાં છ જગ્યાએ શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. પોલીસ અને હૉસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે ઓછમાં ઓછા 156 લોકોનાં મોત થયાં છે. શ્રીલંકાના 3 ચર્ચ અને 3 હોટલોમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયા છે. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે કોલંબોમાં સેન્ટ એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવ્યું. આ સિવાય હોટલ શાંગ્રી-લા, સિનામેન ગ્રાન્ડ અને કિંગ્સબરીમાં પણ બ્લાસ્ટ થયા છે. કોલંબોમાં 40, નૌગોંબોમાં 62 , અને બટ્ટિકલોબામાં 27 લોકોના મોત થયા છે. એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે તેમને શંકા છે કે આત્મઘાતી હુલમાખોર દ્વારા બે ચર્ચોમાં વિસ્ફોટ કરાયો છે