એલોપેથી દવાઓ, ઇન્જેકશન, ગ્લુકોઝના બાટલા સહિત રૂ. ૮ હજારના મુદામાલ સાથે મુન્નાભાઇની ધરપકડ
પછાત વિસ્તારોમાં મેડીકલની કોઇપણ પ્રકારની ડીગ્રી વિના પ્રેકટીસ કરતાં અવાર નવાર બોગસ તબીબો ઝડપાતા રહે છે ત્યારે ગઇકાલે એસઓજીએ ગુલાબનગરમાં દરોડો પાડી બે વર્ષથી પ્રેકટીસ કરતા બોગસ તબીબને એલોપેથીકની દવા, ઇન્જેકશન સહિત કુલ રૂા ૮ હજારના મુદામાલ સાથે ઝડપી પાડયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુલાબનગર વિસ્તારમાં બાતમીનાં આધારે દરોડો પાડી ઓમ કલિનીકના નામથી પ્રેકટીક કરતો મવડીમાં વિનાયકમાં રહેતા મુળ ઉજજૈનના વતની ડો. બદ્દી બાપુ સૂર્યવંશીને એસઓજીની ટીમે પકડી પાડયો હતો.
પ્રાથમીક પૂછપરછમાં બદ્દીએ બીએસસીનો અભ્યાસ કર્યા બાદ સેનેટરીનો કોર્સ શરૂ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી બદ્દી મુન્નાભાઇ બની તબીબી પ્રેકટીસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે એસઓજીએ કિલનિકમાંથી એલોપેથીક દવા, ગ્લુકોઝના બાટલા સહિત રૂા ૮ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
બીએસસી સુધીનો અભ્યાસ કરી એક વર્ષ નર્સીગનો કોષ કરી છેલ્લા બે વર્ષથી ગુલાબનગરમાં કલિનીક શરુ કરી દર્દીઓને દવા આપ્યાની ડો. બદ્દીબાપુ સુર્યવંશીએ કબુલાત આપી છે. તેની પાસેથી ગ્લુકોઝના બાટલા તેમજ વિવિધ દવા અને ઇન્જેકશનનો જથ્થો ઝડપાયો છે. બોગસ દર્દીઓને બીપી ચેક કરતો તેમજ દર્દીઓને ઇન્જેકશનને ફટકારતો હોવાનું બહાર આવ્યું છે.