અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કર્યા બાદ પોતાનું જ ક્લિનિક શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો ’ તો
શહેરમાં કાલાવાડ રોડ પર યોગી પાર્કમા મકાનમાં કોઈ પણ જાતની ડીગી વગર ક્લીનીક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો બોગસ તબીબને તાલુકા પોલીસે પકડી પાડી તેની પાસેથી દવાઓ, ઈજેશનો, મેડીકલ સાધનો સહીત રૂ.11 હજારની મતા કબજે કરી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ યોગી પાર્કમાં મકાનમાં ચાલતા કેશવ કલીનીક પર પીએસઆઈ એચ જી ગોહીલ સહીતના સ્ટાફે દરોડો પાડી નપાસ કરતા છેલ્લા કેટલાક સમયથી કલીનીક ચલાવતો પંકજ વલ્લભભાઈ વૈષ્ણવ (ઉ.46) હોવાનુ જણાવતા તેની અટકાયત કરી પુછતાછ કરતા તેને ધો.12 પાસ કર્યા બાદ અલગ-અલગ હોસ્પીટલમાં નોકરી કર્યા બાદ પર પ્રકટીશ શરૂ કરી હોવાનુ જણાવતા પોલીસે વધુ તપાસ કરતા તેના પિતા વલ્લભભાઈ આર્યુવેદીક તબીબ હોવાનું રટણ કરતા પોલીસે તેની સામે કોઈ પણ જાતની ડ્રીગ્રી વગર લોકોના સ્વાસ્થય સાથે છેડા કરી બેદરકારી ભર્યું કૃત્ય આચરતા ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની પાસેથી દવાઓ, ઈજેશનો, મેડીકલ સાધનો સહીત રૂ.11 હજારની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.