ઓખા મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ પી.જી.રોહડીયાએ બાતમીના આધારે તાલુકા હેલ્થ ઓફિસર બી.સી.જેઠવાને સાથે રાખી ઓખા મેઈન બજારમાં આવેલ સહારા હોસ્પિટલમાં તા.૧૭/૧૧ને શનિવારે સાંજે ૬:૪૦ વાગ્યે ઈમરજન્સી તપાસ કરતા અહીં સાજીદ અહેમદ સકીલ અહેમદ હિંગોરા ઉ.વ.૫૬, રહે.આરંભડા કોઈપણ જાતની મેડિકલ પ્રેકટીસ કે ડિગ્રી ન ધરાવતો હોવા છતાં પોતે ડોકટર હોવાનું દેખાવ કરી સહારા હોસ્પિટલનું જાહેર બોર્ડ લગાવીદવાખાનું ચલાવી માનવ જીંદગી સાથે ચેડા કરતો ઝડપાયો હતો.
ગુજરાત મેડિકલ એકટ-૧૬૩ની કલમ ૩૦ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. આ સમાચારથી અહીં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો. અહીં બોગસ મીયાભાઈ ડોકટર સાથે મેડિકલ સામાન દવાઓ સાથે ૧૨૪૦ની રોકડ રકમ સાથે કુલ ૪૯,૨૬૬નો સામાન જપ્ત કરી દવાખાનાને સીલ કરાયું હતું અને આરોપીને વધુ પુછપરછ માટે મરીન પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. ઓખા મરીન પોલીસ પી.એસ.આઈ પી.જી.રોહડીયા સાથે હેડ કોન્સ્ટેબલ મજીદભાઈ પી.સી.નારણભાઈ, દિનેશભાઈ માડમ, રણજીતસિંહ ચૌહાણ તથા ભાવેશભાઈ સાથે રહી આ મીયાભાઈ એમ.બી.બી.એસ. ઓપરેશન પાર પાડયું હતું.