પૂર્વ ક્ચ્છ જઘૠએ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારીયાને સાથે મોડવદર ગામે ભૈરવનાથ ચોકમાં જોશી ક્લિનિકના નામે હાટડી ખોલીને બેસેલાં ઊંટવૈદ્યને ત્યાં દરોડો પાડ્યો હતો.આરોગ્ય તંત્રની તપાસમાં સ્પષ્ટ થયું હતુ કે પોતાને ડોક્ટર તરીકે ઓળખાવતા પી.એમ.જોશી ઊર્ફે પારસમલ મોહનલાલ જોશી પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી જ નહોતી.
જો કે, બોર્ડમાં તેણે ઇ.અ. ઈખકઝ ઙખઙઅ જેવી ડીગ્રીઓ લખી હતી! દવાખાનારૂપી હાટડીની તપાસ કરતાં પોલીસને ધ પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિસનર એસોસિએશન ઑફ ઈન્ડિયા, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, ગાંધીધામની મેમ્બરશીપનું પ્રમાણપત્ર, અજમેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીના બીએનું પ્રમાણપત્ર અને મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનું જનાર્દનરાયનગર, રાજસ્થાન લખેલું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. જો કે, આ બધા પ્રમાણપત્રો બોગસ હોવાનું ટીએચઓ અંજારીયાએ જણાવ્યું છે. આ બોગસ તબીબે અગાઉ આદિપુરની હરિઓમ હોસ્પિટલ અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે નોકરી કરી હતી.
હોસ્પિટલની નોકરીમાંથી મળેલાં જ્ઞાનના આધારે ક્લિનિક ખોલવાની પ્રેરણા મળી હોવાનું આરોગ્ય તંત્ર માની રહ્યું છે દવાખાનાની તપાસ દરમિયાન તેમાંથી ૩૮ પ્રેગનન્સી ટેસ્ટ કાર્ડ, વિવિધ પ્રકારની સિરપ, ઈન્જેક્શન, સ્કાલ્પ વેઈન સેટ, સિરિન્જ, નીડલ વગેરે સહિત ૫૨ હજાર ૩૪૩ રૂપિયાની એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. મુન્નાભાઈ પાસે રહેલા સ્ટેથોસ્કોપ અને બ્લડ પ્રેશર તપાસવાનું સાધન મળી પોલીસે કુલ ૫૪ હજાર ૭૩૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીએચઓ અંજારીયાએ આ બોગસ તબીબ વિરુધ્ધ ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦-૩૫ મુજબ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.