પુરપાટ દોડતી કારનો અકસ્માત પૂર્વેનો વીડિયો આવ્યો સામે: મૃતકોમાં જેડીયુ નેતાના પુત્રનો પણ સમાવેશ !!
ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે શુક્રવારે થયેલા માર્ગ અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. લાઈવ વિડિયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે બીએમડબ્લ્યુની સ્પીડ 230 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. બીએમડબ્લ્યુ પર સવાર એક વ્યક્તિ કહી રહ્યો છે કે ચારેય આજે મૃત્યુ પામશે અને થોડીવાર પછી કાર ક્ધટેનર સાથે ધકાડાભેર અથડાઈ ગઈ!
ઉત્તર પ્રદેશના સુલતાનપુર પાસે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. બીએમડબ્લ્યુ અને ક્ધટેનર વચ્ચે અથડામણ બાદ આ અકસ્માત થયો હતો. તમામ મૃતકો બિહારના રહેવાસી હતા. હવે તેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે બીએમડબ્લ્યુની સ્પીડ 230 કિમી હતી.હકીકતમાં શુક્રવારે લખનઉથી ગાઝીપુર જતા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર જિલ્લાના હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર તરફ જઈ રહેલી બીએમડબ્લ્યુ કારે લખનૌ તરફથી આવી રહેલા ક્ધટેનરને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા અને કારના ફુરચા ઉડી ગયા હતા. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ બિહારના દેહરી ઓન સોનેના રહેવાસી આનંદ પ્રકાશ (35), અખિલેશ સિંહ (35) અને દીપક કુમાર (37) ઔરંગાબાદના રહેવાસી તરીકે થઈ છે, જ્યારે ચોથા મૃતકની ઓળખ ભોલા કુશવાહ તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, આનંદ પ્રકાશ જેડીયુ નેતા નિર્મલસિંહના પુત્ર છે જેનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
ઘટનાના સંબંધમાં એવું કહેવાય છે કે નારાયણ મેડિકલ હોસ્પિટલ કોલેજમાં કામ કરતા ડોક્ટર આનંદ પ્રકાશ પોતાની બીએમડબ્લ્યુ કારમાં એક સંબંધી અને બે મિત્રો સાથે દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના આઝમગઢ અને સુલતાનપુર નજીક પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરી હતી. બીએમડબ્લ્યુ કાર ક્ધટેનર સાથે અથડાઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો બૂકડો બોલાઈ ગયો અને તમામના ઘટનાસ્થળે જ મોત થયા. આ સમગ્રે મામલે સંબંધિત પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.