પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ- રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડાયરેક્ટર લલિત રાદડિયા- નગરના મેયર સહિતના મહાનુભાવોના હસ્તે બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકાયો

WhatsApp Image 2023 07 28 at 12.11.56 PM 1

જામનગર, સાગર સંઘાણી

જામનગર શહેરમાં આજે લેઉવા પટેલ સેવા સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને તેઓના મિત્ર મંડળની ટીમના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ  તેમજ પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા  તેમજ સ્વ.વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે જામનગરના દક્ષિણ ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની આગેવાની હેઠળ સમગ્ર મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે.

WhatsApp Image 2023 07 28 at 12.11.56 PM 1 1

જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી  આર.સી. ફળદુ તેમજ સ્વ. વિઠલભાઈ રાદડિયાના પુત્ર રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડાયરેક્ટર લલિતભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ વેળાએ નગરના મેંયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પૂર્વ પ્રમુખ ગંગદાસભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા,શહેર ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ, તથા અન્ય શહેર ભાજપના કોર્પોરેટરો, અન્ય કાર્યકરો વગેરે મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ રકતદાતાઓએ રક્તદાન  કરવા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી  દ્વારા અનુરોધ કરાયો હતો, જેને અનુલક્ષીને બહોળી સંખ્યામાં રકત દાતાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની તબીબો સહિતની ટીમ દ્વારા સમગ્ર રકત એકત્ર કરાયું હતું, અને તમામ રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવનારા જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવા માટે જી જે હોસ્પિટલમાં જમા કરાવી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.