વિશ્વની સૌથી મોટી લોકશાહીનો માન ધરાવતા ભારતની સામાજિક સંસ્કૃતિ અને વસુદેવ કુટુંબની ભાવના આજે વિશ્વ માટે આદર્શ પથ ચિંતક બની રહે છે ત્યારે ભારતીય સામાજિક જીવનના માનવતા અને અરસપર સુખ દુ:ખમાં સહભાગી થવાના ગુણથી જ કુદરતી સામાજિક આફતો સહજતાથી પાર થઈ જાય છે.
કોરોના મહામારી થી જ્યારે વિશ્વની મહાસત્તાઓ હાફતી હતી ત્યારે આપણા દેશમાં માનવ ધર્મ સેવા અને પારકાને કામ આવવાની ભાવનાથી કોરોના ની ભયાનક પરિસ્થિતિમાં પણ દેશમાં જરા પણ અજંપો સર્જાયો ન હતો આજે ગુજરાતમાં બીપોર જોઈ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે ત્યારે પણ માનવતા અને આફતમાં ઘેરાયેલાઓને મદદરૂપ થવા માટે સહાય પરસ્પર ના સહયોગનો માહોલ ઊભો થયો છે. અસરગ્રસ્ત વિસ્થાપિતો માટે રહેવા જમવાની વ્યવસ્થા માટે તંત્ર પર જરા પણ નિર્ભય રહ્યા વગર સામાજિક રાજકીય સંસ્થાઓ આગવવાનોએ સેવાની ટહેલ ઉપાડી લઈ સ્થળાંતરિત માટે આશ્રય, ભોજન, દવા સારવાર ની વ્યવસ્થા દરેક ગામ શહેરમાં સ્વયંભુ ઊભી થઈ રહી છે.
સામાજિક સંસ્થાઓની સાથે સાથે શાળા કોલેજ અને શૈક્ષણિક સંકુલોના સંચાલકો દ્વારા પારિવારિક ભાવનાથી શાળા પરિવાર અને અસરગ્રસ્તો માટે આસરા ની વ્યવસ્થાની જાહેરાતો થઈ રહી છે. આંગળીના વેઢે ગણાય તેટલી સંખ્યા ના અસરગ્રસ્તો ની સામે લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ અને સાધન સહાય માટે ની તૈયારીઓના યજ્ઞ પણ ચાલી રહ્યા છે. વાવાઝોડા ની સંભવિત આફત સામે સ્વયંભૂ મદદ માટેનો જે માહોલ ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે તે કુદરતના આશીર્વાદથી જરા પણ કમ નથી.”
સૌરાષ્ટ્રમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવું ની શામળા ” ની ઉક્તિ સૌરાષ્ટ્રના સમાજ જીવનના સંસ્કારમાં આજે પણ હયાત છે કુદરતી આપતો વાવાઝોડા પુર દુકાળ હોય કે ધરતીકંપ સૌરાષ્ટ્ર ગુજરાતની સખાવત થી કુદરતની ભયંકર જીવલેણ આપતો પણ હસ્તે મોઢે સહન થઈ જાય તેવો સહકાર ભાવ સ્વયંભૂ ઊભો થાય છે “સાથી હાથ બઢાના ,એક અકેલા થક જાયે તો મિલકર બોજ ઉઠાના.. વિભાવના સાથે વાવાઝોડાની આફત વચ્ચે નાત જાત ધર્મ સંસ્કૃતિના ભેદભાવ વિના માનવીને મદદરૂપ થવાનો ભાવ ઉભો થયો છે તે જ આપણા માટે ગૌરવની બાબત અને કુદરતના આશીર્વાદ ગણાય