તપાસ દરમિયાન પેટા કોન્ટ્રાક્ટ ધરાવતી દેવપ્રકાશ સોલ્યુશનમાંથી મળેલા દસ્તાવેજી પુરવાઓમાં ખર્ચના બિલ પણ મળ્યા: અનેક જગ્યાએ માત્ર રંગરોગાન કરીને નવા જેવા Bનાવી દેવાયા

ઝૂલતા પુલના રીનોવેશનમાં લોટ, પાણીને લાકડા થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પેટા કોન્ટ્રાક્ટ ધરાવતી દેવપ્રકાશ સોલ્યુશનમાંથી મળેલા દસ્તાવેજી પુરવાઓમાં ખર્ચના બિલ પણ મળ્યા છે. જેમાં ઓરેવાએ રૂ. 2 કરોડ નહિ માત્ર 12 લાખનો જ ખર્ચ કર્યાનો ધડાકો થયો છે.

મોરબીમાં ગત રવિવારના રોજ ઝૂલતો પુલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાને કારણે તંત્ર અને ઓરેવાની લાપરવાહી ઉડીને આંખે વળગી છે. ખાસ કરીને ઓરેવા કંપનીએ જે પુલની સેફટીને લઈને મોટા મોટા દાવાઓ કર્યા હતા. તેનું સુરસુરિયું થઈ ગયું છે. તેઓની આ બેદરકારીને કારણે સેંકડો પરિવારોએ ઘરના સભ્યો ગુમાવ્યા છે.ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલે ગયા માર્ચમાં મોરબી નગર પાલિકા સાથે ઝૂલતા પુલની 15 વર્ષનો જાળવણી અને કામગીરીનો કરાર કર્યો હતો, તેણે 24 ઓક્ટોBરે જાહેરાત કરી હતી કે બ્રિજ નવા વર્ષ પર ફરીથી ખોલવા માટે તૈયાર અને સલામત છે.  તેમણે કહ્યું કે રિનોવેશન છ મહિનામાંપૂર્ણ થયું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેવી રીતે કંપનીએ રિનોવેશનનો પેટા-કોન્ટ્રાક્ટ કર્યો હતો અને કથિત રીતે બ્રિજને મજબૂત કરવા માટે જે જરૂરી હતું તેનો થોડો ભાગ ખર્ચ કર્યો હતો. બ્રિજનો એકમાત્ર ફિટનેસ ટેસ્ટ બ્રિજ પર લટાર મારવાનો હતો જે જયસુખ પટેલ અને તેમના પરિવારે 24 ઓક્ટોBરે કર્યો હતો.

ઘડિયાળો અને ઉપકરણો Bનાવતી ઓરેવાએ ધ્રાંગધ્રા સ્થિત ફર્મ દેવપ્રકાશ સોલ્યુશનને રિનોવેશન માટે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો.  તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે પેટા કોન્ટ્રાક્ટર પાસે પણ આવા કામ માટે જરૂરી તકનીકી જાણકારીનો અભાવ છે. દેવપ્રકાશ સોલ્યુશન્સ પાસેથી જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં પુલના સમારકામ પાછળ ખર્ચવામાં આવેલા નાણાંનો ઉલ્લેખ છે. જેમાં આ પુલના રીનોવેશનમાં 2 કરોડ નહિ માત્રને માત્ર રૂ. 12 લાખ જ ખર્ચાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત રીનોવેશનના પેટા કોન્ટ્રાકટરે અનેક જગ્યાએ માત્ર રંગરોગાન કરીને નવા જેવા Bનાવી દીધાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.