કટોકટીનો કાળો દિવસ જનતાને યાદ કરાવીએ અને આ કાળા દિવસને જાગૃતીનો દિવસ બનાવવા જીતુભાઇ વાઘાણીનો અનુરોધ
રપ જૂન,૧૯૭પ, આઝાદ ભારતના ઈતિહાસનો આ દિવસ હંમેશા કાળા દિવસ તરીકે ઓળખાય છે, આ એ જ દિવસ છે કે જયારે વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાદી હતી અને તે સાથે જ ર૧ મહિના સુધી પ્રજાના તમામ હકો છીનવાઈ ગયા હતા. આ જ દિવસે ભારતીય લોકશાહીનું ગળુ ઘોટાઈ ગયું. તેમજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી કે જેણે કાશ્મીર માટે આપેલા બલિદાન દિવસને યાદ કરી આજની યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તે અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વક્તવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ ભાજપ આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનક્વન અંગેની સીડીનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ અને આ પ્રસારણના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહે પણ ખાસ વક્તવ્ય આપ્યુ હતુ, તેમજ આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ખાસ ઉપસ્થિત રહી ઉપસ્થિત કાર્યર્ક્તાઓને વક્તવ્ય આપતા જણાવેલ કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. રપ જૂન ૧૯૭પની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી દેશની તમામ સતા પોતાના હાથમાં લઈ લીધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદે ઈન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણો પર ભારતીય બંધારણની કલમ ૩પર અંતર્ગત દેશભરમાં કટોકટીની જાહેરાત કરી હતી. આ ઘટના રાજનિતીના ઈતિહાસના કાળા અધ્યાય સમાન ગણાય છે. આ કટોકટીના કાળો દિવસ જનતાને યાદ કરાવીએ અને આ કાળા દિવસને જાગૃતીનો દિવસ બનાવીએ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, સંચાલન જીતુભાઈ કોઠારી તેમજ અંતમાં આભારવિધિ કિશોર રાઠોડ ધ્વારા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનું બુક અને ખેસથી સ્વાગત સંગઠન પર્વના ઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા, સહઈન્ચાર્જ પુષ્કરભાઈ પટેલ તથા દર્શીતાબેન શાહ ધ્વારા કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, રાજકોટના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ભાજપ અગ્રણી પ્રકાશભાઈ સોની, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, હરેશ જોષ્ાી, કાર્યાલય પિરવારના પ્રવીણભાઈ ડોડીયા, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, ઈન્દ્રીશ ફુફાડ સહીતના એ જહેમત ઉઠાવી હતી.