ભાજપના ટોચના નેતાઓને હલકા ચિતરવાની પત્રિકા જેવો ડખ્ખો વોર્ડ 18માં: ભાજપના કાર્યકરો બાખડયાં
મને પુછયા વિના વોર્ડ 18માં કંઇ કામ કરાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી દઇ માર માર્યાની પોલીસમાં નોંધાતી ફરિયાદ
શિસ્તબધ પક્ષ અને કેડર બેઝ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીને ગ્રહણ લાગ્યું હોય તેમ કેટલાક સમયથી અંદરો અંદરની લડાઇ અને જુથ્થવાદ સપાટી પર આવ્યો છે. ટોચ લેવલે એક બીજા નેતાને હલકા અને ભ્રષ્ટાચારી ચિતરતી પત્રિકા પ્રકરણથી સમગ્ર રાજયના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને ભાજપમાં અંદરો અંદરનો અસંતોષ હોવાનું રાજકોટમાં પણ બહાર આવ્યું છે. વોર્ડ નંબર 18માં ભાજપના કાર્યકરોમાં ચાલતા જુથ્થવાદના કારણે ગણેશનગરમાં હાથોહાથની લડાઇ થયાનું ભાજપના ટોચના નેતા સુધી ફરિયાદ પહોચ્યા બાદ પોલીસમાં સતાવાર ફરિયાદ નોંધાતા ભાજપના કેટલાક નેતાઓ દ્વારા બંને પક્ષે સમાધાન માટેના પ્રયાસ કરી રહ્યા છે. તો કેટલાક નેતાઓ આ વિવાદથી જાણી જોઇને દુર રહ્યાનું સામે આવ્યું છે.
શહેરના કોઠારીયા રોડ પર જૂના ગણેશનગર માટેલ ચોકમાં વાળ ચેમ્બર રીપેરીંગ કરાવી રહેલા વોર્ડ નં.18ના ભાજપ મહામંત્રીને ભાજપ કાર્યકરે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ શહેરના રણુજાધામ નજીક જુનુ ગણેશનગર શહેરમાં રહેતા મિતેશ રમેશભાઈ દાસોટીયા નામના વોર્ડ નં.18 ભાજપના મહામંત્રીને ભાજપના કાર્યકર ધર્મેશ હીરા કિહોરે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જૂના ગણેશ માટેલ ચોક વિસ્તારમાં પાણીની ચેમ્બર બેસી ગયેલી હોયતે રીપેરીંગ કરવા માટે મહાપાલીકાના સ્ટાફ આવ્યા હોય અને ત્યાં હુ હાજર હોય ત્યારે ધર્મેશ કિહોર ત્યા આવી મને કહેવા લાગેલ કે આ વિસ્તારમાં મને પુછયા વગર કોઈ કામ કરવાનું નહી તેમ કહી બંને વચ્ચે બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ધર્મેશ કિહોરે મિતેશ દાસોટીયાનેમારમારતા તેને છોડાવવા વચ્ચે પડેલા તેના નાના ભાઈરાહુલ દાસોટીયાને મારમાર્યાનું જણાવ્યુંહતુ પોલીસે ભાજપના કાર્યકર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.