- જમીન વિવાદમાં પોલીસ ચેમ્બરમાં જ નેતા પર કર્યું ફાયરીંગ
- શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડની હાલત ગંભીર: ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ
NationalNews
મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીની ચેમ્બરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે જુથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર 13 સેક્ધડમાં પાંચ રાઉન્ડ ફાયરીંગ કયું હતુ હાલ તેઓની હાલત અતિ ગંભીર છે. ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી લેવામાંઆવી છે.
મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે રાતે બંને જમીન વિવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થાણે ના ઉલ્લાસનગર વિસ્તારમાં હિલલાઈન સ્ટેશનમાં ભેગા થયા હતા એસએચઓની ચેમ્બરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જમીન વિવાદમાં સમાધાનની વાતો ચાલી રહી હતી જે અંતર્ગત કોઈ વાતે મામલોઉગ્ર બની ગયો હતો. ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેની સાથે રહેલા સમર્થકોએ માત્ર 13 સેક્ધડમાં પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગંભીર ઈજા થવા પામી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાંઆવી છે. સેલ્ફ ડિફેન્સમાં ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું ભાજપના ધારાસભ્યે જણાવ્યું હતુ વરિષ્ઠ પોલીસ અધિકારીની હાજરીમાં મહારાષ્ટ્રના શાસક પક્ષના બે નેતાઓ વચ્ચે થયેલી તકરાર અને ફાયરીંગથી મહારાષ્ટ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ વિપક્ષ લગાવી રહ્યો છે.