જુનાગઢ મહાનગરપાલિકાના ભાજપના જ નગરસેવકો એ જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા સતાધીશો મૂંઝાયા હતા. અને કાલવાના દબાણો, પેચ વર્ક, અવર બ્રિજ, પાણી મુદ્દે ભાજપના કોર્પોરેટરો એ જ ભાજપના સતાધીશો ને ભિડવતા “હાલો હવે જલ્દીપૂર્વક પૂરું કરો” એમ કહીને સેક્રેટરીને આગળની દરખાસ્ત વાંચવા નું કહેવામાં આવી રહ્યું હતું. અને બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિના ચેરમેન દ્વારા ગોળ ગોળ જવાબો આપી દેવાયા હતા. આ સિવાય ગઈકાલના બોર્ડમાં મ્યુનિ. કમિશનર ડીએમસી તથા 10 જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા
જનરલ બોર્ડમાં વોકળાના દબાણના મુદ્દાએ શાસકોને મુંઝવણ
ત્યારે બોર્ડમાંયુની કમિશનર જ જો ગેરહાજર ગેરહાજર રહેતો અમારે શું કરવું તેવો ભાજપના પૂઠ પીઠ કોર્પોરેટર એ સવાલ ઉઠાવ્યો હતો, આ સાથે ગઈકાલની સાધારણ સભામાં જેટલી દરખાસ્ત મુકવામાં આવી હતી તેમાં સરકારી જમીન વેચવાની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર કરવામાં આવી હતી. જો કે, ભૂતકાળની બોડીની ભૂલનો ભોગ વર્તમાન બોડી નહીં બને અને વર્તમાન બોડી ની કોઈ જવાબદારી નહીં રહે તેમ ભાજપના જ એક કોર્પોરેટરે વિરોધ નોંધાવતા જણાવી દીધું હતું.
જો કે, આ ઠરાવ સામે ભાજપના જ અમુક કોર્પોરેટરીએ વાંધો ઉઠાવ્યો હતો. અને લલિત સુવાગીયા એ બોર્ડમાં જણાવ્યું હતું કે, જે તે વખતે જે પૈસા મનપા પાસે હતા તે પાછા જમા કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં કોઈ પણ જવાબદારી આવે તો તેમાં કોઈ વર્તમાન બોડીના જવાબદાર કે બંધનકર્તા નથી. જે કાંઈ જવાબદારી ફિક્સ થશે તે જે તે વખતના લોકોની થાશે તેમાં જણાવ્યું હતું.
બોર્ડમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા ભાજપના નગરસેવક શશીકાંત ભીમાણીએ ગઈકાલના બોર્ડમાં ભારે ચાબખા માર્યા હતા અને જણાવ્યું હતું કે, “હું તું અને રત્નીઓ” થી હાલ પાર્ટી જ બદનામ થાય છે. નાના કામો થતા નથી તો મોટા કામો અંગે શું વિચારવું ? સામાન્ય રોડ, રસ્તાના પેચ વર્ક કામો અંગે મ્યુનિ કમિશનરને અનેક રજૂઆત કરવી પડે છે અને પંદર દિવસ થવા છતાં પણ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી. હાલમાં દિવાળીના તહેવારો નજીક છે ત્યારે નાના કામો તો આપણી કક્ષાએ ઝડપથી થવા જોઈએ. જો કે આ બાબતે સ્થાયી સમિતિના ચેરમેન એ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી છે અને ઝડપથી કામ શરૂ થશે તેમ આશ્વાસન આપતા જણાવ્યું હતું.
આ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના નગર સેવક લલિતા પરસાણા દ્વારા કાળવાનાં વોકળા ના દબાણ અંગે સવાલો કર્યા હતા. ત્યારે મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા બોર્ડમાં જણાવવામાં આવ્યું હતું કે, દબાણ અંગેની માપણી કરવામાં આવતા તેનો રિપોર્ટ 16 ઓક્ટોબરના રોજ આવ્યો છે. તેમાં કાળવા નદી નહીં, પરંતુ વોકડો હોવાનું જણાવાયું છે. જેથી 9 મીટર જગ્યા છોડીને બાંધકામ કરેલું હોવું જોઈએ. જે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને આ માટે અત્યાર સુધીમાં કુલ 219 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અને શરૂઆતની 111 નોટિસ પૈકીના 42 આસામીઓના જવાબો આવ્યા છે. જ્યારે બાકીનાને રિમાઇન્ડર કરવામાં આવ્યું છે.
ગઈકાલે જુનાગઢ મનપાના મળેલ જનરલ બોર્ડમાં કાળવાના દબાણો, ટીંબાવાડીની સરકારી જમીનની હરરાજી કરવાનો મામલો, રોડ, રસ્તાના પેચ વર્કના કામો તેમજ દિવાળીના સમયમાં પીવાના પાણીની સમસ્યા ઉપરાંત જોષીપરા અવરબીજ મામલે વિરોધ પક્ષની સાથે ખુદ ભાજપના જ કેટલાક નગરસેવકો એ પ્રશ્નોની તળાપીડ બોલાવતા શતાધિશો મૂંઝાયા હતા. અને ભાજપના જ નગરસેવકોએ ભાજપના સત્તાધિશોને ભીડવતા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવ્યા હતા.
આ સિવાય જનરલ બોર્ડમાં સેક્રેટરી દ્વારા દરખાસ્તો વાંચવામાં આવી રહી હતી. ત્યારે “હાલો જલ્દી પૂરું કરો” તેમ સત્તાધિશો દ્વારા કહેવામાં આવતું હતું અને સેક્રેટરી ઉપર જાણે દબાણ કરતા હોય તેવું નજરે ચડતું હતું. ત્યારે રમુજી ભર્યા દ્રશ્યો મનપાના જનરલ બોર્ડમાં સર્જાયા હતા.