પક્ષીની આંખને બીજા પક્ષી વાંચી અને સમજી શકે !!
પક્ષીઓની આંખની કીકી રંગને સારી રીતે પ્રતિબિંબિત કરે છે: બધા કાગડાની આંખો વાદળી હોતી નથી કેટલાકમાં પીળો કે સોનેરી આંખનો રંગ જોવા મળે છે: પક્ષીની આંખો તેના સ્વાસ્થય અને વય પણ નકકી કરે છે
પક્ષીમાં માણસ કરતાં ચડિયાતું અંગ આંખ છે જાણો પક્ષીની આંખના રોચક તથ્યો
પ્રકૃતિમાં વાદળી આંખોવાળા પક્ષી સામાન્ય રીતે વિશેષ જોવા મળે છે: કાળી આંખો વાળા સૌથી પ્રખ્યાત પક્ષીઓમાં મધુર અવાજવાળું નાઇટિંગેલ મોખરે છે: જંગલી બતકની આંખ લીલા કલરની હોય છે
આપણા પૃથ્વી ગ્રહના વિવિધ કુદરતી વાતાવરણમાં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વસવાટ કરે છ. સાવનાની ચકલીઓથી શરુ કરીને મકાઉ જેવા પોપટ પક્ષીની વિશાળ શ્રેણી કુદરતનું અફાટ સૌદર્ય પ્રગટ કરે છે. તેના વિવિધ રંગો સાથે નયનરમ્ય સુંદરતા અને મધુર અવાજ સૌ કોઇને મન હરીલે છે. પક્ષીની દુનિયાના વિવિધ મનમોહક રંગો સુંદરતા બાળથી મોટેરાને ખુબ જ ગમે છે. કળા કરતો મોર મનમોહક લાગે છે તો વિવિધ કર્ણપ્રિય અવાજો સાથે કલર બદલતા રૂપકડા બર્ડ પણ કુદરતની શોભામાં ચાર ચાંદ લગાડે છે. દુનિયાભરનાં વિવિધ પ્રજાતિઓના બર્ડની આંખ, ચાંચ, કલર, આકાર કે તેની વિશિષ્ટતા જુદી હોય છે.
મોટાભાગના પક્ષીની આંખોનો રંગ ચાદી કલરથી લઇને ભૂરા રંગમાં સૌથી વધુ જોવા મળે છે. આંખોના વિવિધ રંગો પક્ષીઓમાં જોવા મળે છે જેમાં પીળો, સોનેરી, વાદળી કે લીલા કલરની જોવા મળે છે. બર્ડની આંખો માત્ર કદ – આકાર અને બંધારણમાં જ નહી, પણ રંગમાં પણ ભિન્નતા જોવા મળે છે. તેની વિવિધ પ્રજાતિઓની કુદરતી રંગ છટા અનન્ય જોવા મળે છે. પક્ષીઓની આંખની કિકી રંગને સારી રીતે પ્રતિબિંબિત કરે છે. દુનિયાભરમાં એક માત્ર કાગડો બે આંખ હોવા છતાં દ્રશ્ય જોવા માટે જે તે દિશાની એક આંખનો જ ઉપયોગ કરે છે, તેની આંખોનો કલર વાદળી હોય છે.
બર્ડની આંખો માત્ર કદ, આકાર અને બંધારણમાં જ નહી, પણ રંગમાં પણ ભિન્ન જોવા મળે છે: તેની વિવિધ પ્રજાતિમાં અનન્ય રંગ છટા હોય છે
પક્ષીઓની આંખ તેની સ્વાસ્થ્ય સ્થિતી સાથે તેની વય પણ નકકી કરે છે. પ્રકૃત્તિમાં વાદળી આંખ વાળા પક્ષી વિશેષ જોવા મળે છે. પર્યાવરણ, આબોહવા સાથે તેના રહેઠાણોના ઘ્યાને લઇને કુદરતે તેની શરીર રચના આપી હોય છે. શિકારી પક્ષીઓમાં બાજ, સમડી, ગીધ વિગેરે તેની આંખોને ચાંચ પાસેના એંગલથી દ્રશ્ય નકકી કરે છે તે તુરંત જ શિકાર પર જેટ ગતિએ તુટી પડે છે. જંગલી બતકની આંખ લીલા કલરની જોવા મળે છે. કાળી આંખો વાળા પક્ષીઓમાં મધુર અવાજવાળું નાઇટિંગેલ સૌથી મોખરે જોવા મળે છે. પૃથ્વી પરના સૌથી મોટા પક્ષી શાહમૃગ ઉડી શકતા નથી. જયારે બીજા ક્રમે મોર થોડું ઉડી ને તેનું કામ ચલાવી લે છે. ઘણા પક્ષીઓ ઊંચા આકાશે આંખો દિવસ ઉડતાં ઉડતાં ઉપરથી આંખો વડે જ શિકાર પર બાજ નજર રાખતાં હોય છે.
આજકાલ ‘બર્ડસ આઇ વ્યુ’ શબ્દ પ્રચલિત છે જે પક્ષીની આંખ ઉપરથી ઉતરી આવ્યો છે. ઉડાન દરમ્યાન પક્ષી દ્વારા જોવાનું દ્રશ્ય જેમાં આંખોની તેની કુદરતી કરામત મોખરે છે. ગમે તેવા ઊંચા ખુણાથી તે દ્રશ્યને બહું ચોખ્ખી રીતે જોઇ શકે છે. ખોરાકની શોધ માટે પણ તે ઉડવાનું પસંદ કરે છે. તે જગ્યાઓએ આવવા જવાનો નકશો, જમીન, પહાડો, માળાઓ, વૃક્ષો બધુ યાદ રાખી શકે છે અને તેની આંખોના દ્રશ્યો વડે જોઇ પણ શકે છે. હોટ એર બલુનરાઇડ કે ગ્લાઇડરમાં બેસીને માનવી તેની નીચેની જગ્યાઓ પક્ષી જેટલી સ્પષ્ટ નિહાળી શકતો નથી.
પક્ષીઓને કેમેરો ફીટ કરીને ઊંચે આકારો ઉડતી વખતેના દ્રશ્યો સાથે તેના નકકી કરેલા સ્થળે પહોચવા આંખ વડે તે કેવી રીતે કામ લે છે તે કેમેરામાં કેદ કરીને તેની ઉપર પણ સંશોધનો ચાલુ છે. માણસ લાલ, લીલોને વાદળી એમ ત્રણ મુખ્ય રંગ જોઇ શકે છે. જયારે પક્ષીઓની આંખ લાલ, લીલો, વાદળી અને યુવી/અલ્ટ્રાવાયોલેટ એમ ચાર રંગ અને તેના સમન્વયના કારણે ઘણા રંગો જોઇ શકે છે. કુદરતના નાના મોટા અસંખ્ય પક્ષીઓમાં અકલ્પનિય વિવિધતા અને કાબેલિત ભરેલી છે.
પક્ષીમાં માણસ કરતાં ચડિયાતું અંગ તેની આંખ છે. વિવિધ પ્રકારના પક્ષીને તેની શરીર રચનામાં ચોકકસ જગ્યાએ કુદરતે આંખ આવેલી છે. પક્ષીની આંખ પોતાની રક્ષા, સાવચેતી, ખોરાકની શોધ, દિશા તંત્રની પરખ અને પોતાના જોડીદારને શોધવામાં તેમને સુડોળ શરીરમાં ચોકકસ જગ્યાએ આંખ દિરૂપણ છે. તેને નિશાચર પક્ષી કહેવાય છે. રાત્રીએ જ ઉડવાવાળા પક્ષીની આંખની રચના અન્ય પક્ષી કરતાં જુદી જોવા મળે છે, જે અંધારામાં પણ સ્પષ્ટ જોઇ શકવાની ક્ષમતાવાળી હોય છે.
પક્ષીઓના શરીરના કદ, આકાર મુજબ તેની આંખો થોડીક મોટી જોવા મળે છે. આંખોની હલનચલન ઓછી હોય છે. તેની આંખમાં વિવિધતા જોવા મળે છે. બન્ને આંખો એક સમયે સાથે જ ફરે તેવું નથી પણ બન્ને આંખો સ્વતંત્ર રીતે જુદા જુદા કામ કરી શકે છે. એકબીજાથી વિપરીત દિશામાં પણ જોઇ શકે છે. માથા ઉપર આપવામાં આવેલી આંખને કારણે ડાબી અને જમણી બન્ને બાજુ આંખ હોવાથી શિકાર પર તીવ્ર નજર રાખી શકે છે.
ઘુવડ જેવા પક્ષીમાં આગળના ભાગમાં આંખ હોવાથી તે બાયનો કયુલર જેવો ઉપયોગ કરે છે, માથુ 360 ડીગ્રીએ ફરતું હોવાથી તેની આંખો શિકારનું અંતર સારી રીતે માપી શકે છે. આ પક્ષીની આંખ અન્ય પક્ષીથી જાુદી પડે છે. તેની જોવાની શકિત દુરબીન જેવી સચોટ અને તીક્ષ્ણ જોવા મળે છે. આપણને નર-માદા સરખા લાગતા હોય, નરી આંખે ઓળખી ન શકીએ પણ વિવિધ 186 ટકાનો તફાવત જોવા મળે છે. એક બીજાના રંગભેદ અને આંખની ક્ષમતાને કારણે જોઇ શકાય છે.
એક દેશથી બીજા દેશમાં સ્થળાંતર કરતાં પક્ષીઓમાં આંખનું પ્રભુત્વ વિશેષ !!
ઋતુ પ્રમાણે એક દેશમાંથી બીજા દેશોમાં ઉડીને હજારો કિલોમીટરનો પ્રવાસ કાર્યતા યાયાવર પક્ષીઓમાં આંખોનું પ્રભુત્વ વિશેષ જોવા મળે છે. આવા પક્ષીની આંખમાં પૃથ્વીના મેગ્નેટિક વેવ્સ કે ચુંબકીય મોજા અને રાત્રીના આકાશના નારા, ચંદ્ર અને બીજા સંકેતો તેમની આંખોની વિશિષ્ટ રચનાને કારણે જોઇ અને સમજી શકે છે. સ્થળાંતર કરતાં પક્ષી ઉગતા અને આથમતા ક્ષિતિજ ને જોઇ પોતાના ઉડાનની દિશા સચોટ રીતે નકકી કરે છે. આવા પક્ષીઓ સુર્યોદય અને સુર્યાસ્ત પરથી હવામાં ઉડતા ઉડતાં જ કઇ દિશામાં જઇ રહ્યા છે તે નકકી કરી શકે છે, હવે કંઇ દિશામાં જવું તે પણ તે નકકી કરી શકે છે. દિશા સુચન માટે આંખોની રચનામાં વાયોલેટ અને અલ્ટ્રાવાયોલેટ મદદ રુપ થાય છે તો ગમે તેવી ઝાડી કે ગીચતામાં કેમ ચપળતા પૂર્વક ઉડવું તે તેની આંખો વડે જ નકકી કરે છે. 16000 ફુટની ઊંચાઇએ ઉડતા પક્ષીઓ જમીન પર પડેલ શિકાર સ્પષ્ટ રીતે તેની વિશિષ્ટ આંખ વડે જ જોઇ શકે છે.