આ બિલથી તબીબી શિક્ષણને શ્રેષ્ઠ રીતે નિયંત્રીત કરી શકાશે અને ભ્રષ્ટાચાર થતો અટકશે: આરોગ્ય પ્રધાન જયપ્રકાશ નડા
ભારતીય મેડિકલ કાઉન્સીલને સુપ્રત કરવા માટે પ્રોફેશનલ પેનલની પરવાનગી આપતું બીલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું છે. લોકસભાએ ભારતીય મેડિકલ કાઉન્સીલ બીલ પસાર કર્યું હતું. જે પ્રખ્યાત વ્યવસાયીકોની પેનલને ભારતની કૌભાંડવાળી મેડિકલ કાઉન્સીલ ચલાવવાની મંજૂરી આપવા માટે પસાર કરવામાં આવ્યું હતું. જેથી તબીબી શિક્ષણને શ્રેષ્ઠ રીતે નિયંત્રણ કરી શકાય.
નીચલા ગૃહમાં પસાર કરાયેલા બીલ આ વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે આ બીલમાં અધિનિયમને બદલાવવાની માંગ કરી હતી. ત્યારે બીલના પગલે આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, આ બીલ એમસીઆઈને ચૂકી લે છે અને કાઉન્સીલની સત્તાઓ માટે બોર્ડ ઓફ ગવનર્સમાં નિભાવવામાં આવી છે. બીઓજીમાં એટલે કે, બોર્ડ ઓફ ગવર્નરમાં જાણીતા છે અને એઆઈએમએસ અને પીજીઆઈ ચંદીગઢના ડિરેકટરોનો સમાવેશ થાય છે.
જયપ્રકાશ નડ્ડાએ જણાવતા કહ્યું હતું કે, કાઉન્સીલ રચાય ત્યાં સુધી આ બોર્ડ ચાલુ રાખવામાં આવશે ત્યારે નેશનલ મેડિકલ કમિશન સાથે એમસીઆઈને બદલાવવા માટે અલગ બીલ સંસદમાં પસાર કરવાનું બાકી રહ્યું છે જે આગામી દિવસોમાં નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવશે.
જયારે આ બીલ નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે જેથી તબીબી શિક્ષણને શ્રેષ્ઠ રીતે નિયમન કરી શકાય કારણ કે, એમસીઆઈ મોટા પ્રમાણમાં નિષ્ફળતામાં પરિણમ્યું છે. મેડિકલ કાઉન્સીલમાં ઘણાખરા કૌભાંડો જોવા મળ્યા છે જેને લઈ આરોગ્ય પ્રધાન દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેને લઈ નીચલા ગૃહ એટલે કે, લોકસભમાં બીલને પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે રાજયસભામાં આ બીલમાં શું સ્થિતિ થશે તે આવનારો સમય જ જણાવશે.
આરોગ્ય મંત્રાલયે બીલ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય અંગેની સંસદીય પેનલે તેના અહેવાલમાં ચેતવણી આપી હતી કે, દેશમાં તબીબી નિયમનકારી પ્રણાલીને હટાવી દેવાના કોઈપણ પ્રયાસને ભારે પડકારનો સમાનો કરવો પડશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારને આ બીલ સાથે આવવાની ફરજ પડી છે કારણ કે, સુપ્રીમ કોર્ટે રાજીનામુ આપવાના સુચન પર સરકાર દ્વારા રચવામાં આવેલી દેખરેખ સમીતી અને એમસીઆઈ કાર્ય કરી શકયું નથી જેને લઈ સરકાર દ્વારા એક અધિનિયમ સાથે આવી હતી અને બીલને લોકસભામાં રજૂ કર્યું હતું.
એમસીઆઈ ઓફિસના અધિકારીઓ અને તબીબી કોલેજોનો અપારદર્શક માન્યતા સામેની તપાસના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સુપ્રીમ કોર્ટે મે ૨૦૧૬માં સરકારને નવા કાયદા સુધી એમસીઆઈના તમામ કાર્યોની દેખરેખ રાખવા નિરીક્ષણ સમીતીની સ્થાપના કરવાની સુચના આપી હતી.
એમસીઆઈના ઘણા સભ્યો પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યારે ૨૦૧૭માં બીજી પેનલની એક વર્ષની મુદતની સમાપ્તી પછી સુપ્રીમ કોર્ટની મંજૂરી સાથે બીજી ઓવર સાઈટ સમીતીની સ્થાપના કરવામાં આવી હતી. જયારે બીજીબાજુ સમીતીના અધ્યક્ષ ડો.વી.કે.પોલ દ્વારા સમીતીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે લોકસભામાં પ્રોફેશનલ પેનલને ભારતીય મેડિકલ કાઉન્સીલને સુપ્રત કરવામાં આવ્યું છે તેથી હવે થતાં ભ્રષ્ટાચારોનો અંત આવશે તેવું લાગી રહ્યું છે.