સેલવાસમાં રાષ્ટ્રીય સડક સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન
રાષ્ટ્રીય સડક સુરક્ષા અંતર્ગત સેલવાસમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરાનગર ટ્રાફિક પોલીસ અને પરીવહન વિભાગનાં અધિકારીઓએ વાહન ચાલકોને રોડ સેફટીના પાઠ ભણાવ્યા હતા. જે બાઈક ચાલકે હેલ્મેટ
પહેર્યું ન હોય તેને ફુલ અને ચોકલેટનું વિતરણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
જે કાર ચાલકે સીટ બેલ્ટ બાંઘ્યો ન હોય અથવા તો માર્ગ પરીવહનનાં નિયમોનું પાલન કર્યું ન હોય તેમને સમજાવવામાં આવ્યા હતા. આ તકે ડીવાયએસપી મનસ્વી જૈન, વાહન વ્યવહાર વિભાગનાં પ્રભારી નરેશ પટેલ, સીએસઆર પ્રબંધક રાહુલ આહિર સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. સેલવાસનાં મુખ્ય રસ્તાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે લાઈટ મોટર વ્હીકલ, લાયસન્સનાં વિતરણનો કાર્યક્રમ પણ
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો હતો.
સુરક્ષા સપ્તાહ અંતર્ગત ટ્રાફિક પોલીસ અને જયકોર લીમીટેડ દ્વારા એસ.પી. શરદ દરાડે ડીવાયએસપી મનસ્વી જૈન અને ડો.આર.બી.સેલકે સહિતનાનાં માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાનાં ૬૮ જેટલા ભુલકાઓએ માર્ગ સુરક્ષા જાગૃતિ અંગે ચિત્રો દોર્યા હતા.