રાજકોટમાં વિશ્ર્વ માલધારી દિનની ઉજવણીના ભાગરુપે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણીમાં રૂડીમાંના મંદીર બેડીપરા ખાતેથી રેલીની શરુઆત થઇ હતી આ રેલી શહેરના હોસ્પિટલ ચોક, રીંગરોડ, રેસકોર્સ જેવા વિસ્તારોમાંથી અનેક જગ્યાએ કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં માલધારી સમાજના યુવાનો મોટરસાયકલ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજુભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે વિશ્ર્વ માલધારી દિવસ નીમીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાણીમાં રૂડીમાં ના મંદીર ખાતેથી આ રેલીની શરુઆત થઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં આ રેલીનું ભવ્યાંતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સમાજના સૌ લોકો ભરવાડી વેશમાં જોડાયા છે. ત્યારે સમગ્ર માલધારી સમાજને વિશ્ર્વ માલધારી દિવસ નીમીતે શુભેચ્છા પાઠવું છું માલધારી એકતા દિવની કાયમ યાદગીરી રહે અન્ય સમાજના લોકો જેમ દુધમાં સાકર ભળે એ રીતે ભળે.
રણજીતભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ર૬ નવેમ્બર એટલે વિશ્ર્વ માલધારી દિવસ અને વિશ્ર્વ મીલ્ક ડે ઉજવણી રાજકોટ માલધારી સમાજ દ્વારા આજે બાઇક રેલી સ્વરુપે થઇ રહી હતી ત્યારે રાજકોટ અને ગુજરાતની તમામ જનતાને અમે એક સંદેશો આપવા માગીએ છીએ કે માલધારી સમાજ આજે માત્રને માત્ર ધેટા બકરા કે ગાય ચરાવવા વાળો નથી. તમામ સમાજની સાથે ખભે ખભો મિલાવી શકે છે ત્યારે મિલ્ક ડેની ઉજવણી સાથે આજે આ દુધનો હાર બતાવવામાં આવ્યો છે તે રાજકોટની તમામ જનતાને નમ્ર અપીલ તમે માલધારી પાસેથી દુધ ખરીદી માલધારી સમાજને સપોર્ટ કરી માલધારી સમાજની આર્થીક સ્થીતી સુધરે તે માટે તેમને સ્પોર્ટ કરી.
વિશ્વ માલધારી દિવસ નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને જિલ્લાના માલધારીઓ જેમાં રબારી આહીર ભરવાડ અને ગઢવી સમાજ દ્વારા વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસેથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવીયું હતું. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા માલધારીઓ પોતાના વાહનો લઈને એકઠા થઇ અને ટ્રેડિશનલ ડ્રેસમાં બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલીમાં શિસ્ત બંધ રીતે માલધારીઓ હેલ્મેટ પેરી અને કાયદા ના પાલન માં રહી ને જોડાયા હતા અને આ બાબતે માલધારી સમાજના સંતો અને મહનતો અને ભરવાડ સમાજના મહાનુભાવો પણ જોડાયા હતા. આ ભવ્ય રેલી માં જોડાઈને કાલેક્ટર કચેરી ખાતે વિવિધ ગૌચર મામલે રજુઆત કરાઇ હતી. વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ. માર્કેટિંગ યાર્ડથી કલેકટર કચેરી સુધી ભવ્ય બાઇક રેલી યોજી હતી અને માલધારીઓએ વિવિધ ૭ માંગણીઓ સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ જેમાં ગૌચર જમીન અને વિવિધ માલધારીઓ ને લાગતી વલગતી યોજનાઓ ઘડવા અને વિવિધ માંગણી સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરમાં રજુઆત કરાઇ હતી.