લખતર નજીક સીએનજી પંપ પાસે બન્યો અકસ્માત
નાશી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તપાસના ચક્રોગતિમાન
લખતર પાસે આવેલા સી.એન.જી. પંપ પાસે બાઈક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અચાનક બાઈક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં કડુના યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર ફેલાઈ છે.લખતરના સી.એન.જી. પંપ પાસે લખતર તાલુકાના કડુ ગામનો યુવાન દીપકભાઈ દિલીપભાઈ ઉર્ફે દિલભાઈ મકવાણા ચુ. કોળી ઉ.૧૯ પોતાની માતા ગીતાબેન દિલીપભાઈ ઉર્ફે દિલાભાઈ મકવાણા ચુ. કોળી ઉ.૪૫ સાથે લખતર ઘરકામ અર્થે આવી રહ્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો.તેમાં કડુના યુવાન દિપક દિલીપભાઈ મકવાણાનું ઘટના સ્થળે તેની માતા ગીતાબેન સામે કમકમાટી ભર્યું મોત થયું હતુ. જયારે અકસ્માત થતા યુવકનું બાઈક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ લખતર પોલીસને કરતા તુરંત ઘટના સ્થળે દોડીને યુવાનની જાણ લખતર પોલીસને કરતા તુરંત ઘટના સ્થળે દોડીને યુવાનની લાશને પી.એમ. માટે લખતર સી.એચ.સી. અને માતાને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડી હતી. જયારે ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી છૂટયો હતો. બાદમા પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી ડમ્પરને લખતર પોલીસ સ્ટેશનમાં સોંપી ડમ્પર ચાલકને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.