મહારાષ્ટ્રમાં કોગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણે એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. નારાયણ રાણેએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. રાણે ભવિષ્યમાં રાજનીતિ સાથે જોડાયેલાં પોતાની યોજના અંગેની જાહેરાત કરી શકે છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસને ઝટકો

નારાયણ રાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નારાયણ રાણેએ પોતાનું રાજીનામું મોકલ્યું છે.નારાયણ રાણે રાજીનામું આપ્યાં બાદ ભાજપમાં જોડાવવાના છે તેવી અટકળ વહેતી થઈ છે. પરંતુ ભાજપ સાથે કોઈ વાત ન બનતાં તેઓ અલગ પાર્ટી બનાવી શકે છે.એક એવી પણ અટકળ છે કે તેઓ કોઈ અન્ય પાર્ટી સાથે હાથ નહીં મિલાવે.રાણે શિવસેનામાં જોડાશે તેવી પણ કોઈ શક્યતા નથી કારણ કે શિવસેના સાથે તેમનો જૂનો વિવાદ રહેલો છે.નારાયમ રાણે કોંગ્રેસમાં સામેલ થયાં તે પહેલાં શિવસેનામાં હતા.

૧૯૬૮ તેઓ 16 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓ શિવસેનામાં જાડાયાં હતા. ૧૯૮૫-૧૯૯૦ તેઓ શિવસેનાના કોર્પોરેટર બન્યાં જે બાદ તેઓ બેસ્ટના અધ્યક્ષ બન્યાં.ત્યાર બાદ રાણે પ્રથમ વખત ધારાસભ્ય બન્યાં. આ દરમિયાન તેઓ વિધાન પરિષદના સભ્ય પણ બન્યાં.૧૯૯૬-૯૯  શિવસેના-ભાજપની સરકારમાં રાજસ્વ મંત્રી બન્યાં. જે બાદ મુખ્યમંત્રી પણ બન્યાં હતા.૨૦૦૫  ઉદ્વવ ઠાકરે સાથે મતભેદ થયાં બાદ 3 જુલાઈ, 2005નાં રોજ તેઓએ શિવસેના છોડીને કોંગ્રેસમાં સામલે થયાં. કોંગ્રેસમાં પણ તેઓ રાજસ્વ મંત્રી બન્યાં.૨૦૦૭ માં કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને ટક્કર આપી.૨૦૦૯ માં મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી બન્યાં. ૨૦૧૪લોકસભા ચૂંટણીમાં પુત્ર નિલેશની હાર પછી તેઓએ મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું.

નારાયણ રાણે અને શિવસેના વચ્ચેનો વિવાદ પરિવારવાદને કારણે સામે આવ્યો. ૧૮  વર્ષ પહેલાં જ્યારે નારાયણ રાણે મુખ્યમંત્રી હતા, લગભગ નવ મહિના સુધી તેઓ સીએમ પદ પર રહ્યાં હતા. જે બાદ રાણે અને બાલ ઠાકરે ના પુત્ર ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખેંચતાણ જોવા મળી.

રાણેને શિવસેનાના રિમોન્ટ કંટ્રોલથી ચાલતાં સીએમ કહેવામા આવતા હતા. કેમ કે હકીકતમાં સત્તાનું સુકાન ઉદ્ધવ ઠાકરેના હાથમાં હતું.ભાજપ-શિવસેના ગઠબંધન ચૂંટણી હારતાં રાણે વિપક્ષના નેતા બની ગયા હતા.

૨૦૦૫ માં રાણેને પાર્ટીમાંથી બાલા સાહેબે તેમને કહીને કાઢી મૂક્યા કે, “નેતાને હટાવવાનો અને તેને ચૂંટવાનો અધિકાર શિવસેનામાં મને જ છે.” તે સમયે તેવું કહેવામાં આવ્યું કે પુત્ર મોહમાં બાલ ઠાકરેએ આ પગલું ભર્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.