કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે–સાથે જ્ઞાન, સંસ્કાર અને કેળવણી પણ આપવામાં આવે છે. તે અનુસંધાને શાળામાં તાજેતરમાં મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ રચિત ગાંધીએ (એકસપર્ટ ટીન કોચ એન્ડ યુથ આઈકોન) તેમજ સુમિતાબેન ગંગારામાણીએ વિદ્યાર્થીઓને ધ્યાનના મહત્વ વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળાની ૮૫૦ વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના સ્ટાફે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાના નિયામક હિરાબેન માંજરિયાએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે ભાવનાબેન સોનૈયાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Trending
- Oben Rorr EZ દ્વારા લોન્ચ કરાઈ ન્યુ બાઈક, જોવા મળશે અલગ અંદાજમાં
- શાલિગ્રામજી ઘરમાં સ્થાપિત છે, તો ભૂલથી પણ ન કરો આ ભૂલો
- World Radiography Day 2024 : જાણો, રેડિયોગ્રાફીની ક્યારે જરૂર પડી શકે?
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.
- નેપાળના આ સુંદર પર્યટન સ્થળો, જેની મુલાકાત જીવનભર યાદ રહેશે
- તમારા ઘરે દાળ અને ચોખામાં જીવાત પડી ગઈ છે ? આ ઘરેલું ઉપાયો અપાવશે જંતુઓથી છુટકારો
- દરરોજ આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે અકસીર
- ઘરે બનાવો સ્વાદિષ્ટ કાજુ પનીર, મહેમાનો વખાણ કરતાં નહીં થાકે