- અમદાવાદ:સ્કૂલોમા બોમ્બની ધમકીનો કેસ
- ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો મોટો ખુલાસો
- સ્કૂલોને ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું
ગુજરાત ન્યૂઝ : અમદાવાદની અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. અમદાવાદની શાળામાં ધમકીભર્યા ઇમેઇલનો મામલે મોટો ખુલાસો આ ઈમેઈલને ગંભીરતાથી લઈને, ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ઇ મેઇલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની શાળાઓને ધમકીભર્યો ઇમેઇલ [email protected] પરથી આવ્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર કેસમાં ISI નો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં પણ આ પ્રકારની બૉમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. એક જ ઇમેઇલ પરથી આ ધમકી મોકલવાના આવી હતી. જે બાદ રાજધાની દિલ્હીમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. તમામ સ્કૂલોએ બાળકોને ઘરે મોકલી દીધા હતા અને મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ બાદ એક વિદ્યાર્થીની જ ધરપકડ કરવામાં આવી હતી, તેણે આ કૃત્ય પ્રેન્ક માટે કર્યું હોવાનું જાણી શકાયું હતું.