- ટ્રમ્પના ટેરિફની શેરબજાર પર અસર
- ભારતીય શેરબજારમાં મોટો કડાકો
- સેન્સેક્સમાં 750, નિફટીમાં 300 તો બેન્ક નિફ્ટીમાં 66 અંકનો ઘટાડો
અમેરિકન બજારમાં ઘટાડાના દબાણ વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પ્રતિક્રિયાત્મક ટેરિફની જાહેરાતની અસર ગુરુવારે સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડિંગમાં જ શેરબજાર નકારાત્મક વલણ સાથે ખુલ્યું.
યુએસ ટેરિફ અંગે વિશ્વભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે શુક્રવારે સતત બીજા દિવસે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ ૫૦૯.૫૪ પોઈન્ટ ઘટીને ૭૫,૭૮૫.૮૨ પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૧૪૬.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૦૪.૦૫ પોઈન્ટ પર પહોંચ્યો. તેવી જ રીતે, શરૂઆતના વેપારમાં, રૂપિયો અમેરિકન ડોલર સામે 31 પૈસા વધીને 84.99 પર પહોંચી ગયો. દિવસની શરૂઆતમાં પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૮૦૫.૫૮ પોઈન્ટ અથવા ૧.૦૫ ટકા ઘટીને ૭૫,૮૧૧.૮૬ પર ખુલ્યો અને નિફ્ટી ૧૮૨.૦૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા ઘટીને ૨૩,૧૫૦.૩૦ પર ખુલ્યો.
સેન્સેક્સની 30માંથી ફક્ત 9 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા
સેન્સેક્સની 30માંથી ફક્ત 9 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને બાકીની બધી 21 કંપનીઓના શેર નુકસાન સાથે ખુલ્યા હતા. નિફ્ટી ની ૫૦ કંપનીઓમાંથી, ફક્ત 10 કંપનીઓના શેર ઉછાળા સાથે ખુલ્યા અને બાકીની 40 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ કંપનીઓમાં એચડીએફસી બેંકના શેર આજે સૌથી વધુ 1.25 ટકાના વધારા સાથે ખુલ્યા. બીજી તરફ, ઇન્ફોસિસના શેર આજે મહત્તમ 2.31 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી ધરાશાયી
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લેવાયા બાદ અમેરિકાના સ્ટૉક માર્કેટમાં કડાકાની સ્થિતિ વચ્ચે હવે વિવિધ દેશોના શેરબજારમાં પણ હડકંપ મચી ગયું છે. અમેરિકાના સ્ટૉક માર્કેટ ઈન્ડેક્સ નેસ્ડેકની વાત કરીએ તો તેમાં 6% જેટલો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં પણ 1600 પોઇન્ટ એટલે કે લગભગ 4% નો કડાકો બોલાયો હતો. S&P 500માં પણ 5%નો એકઝાટકે કડાકો નોંધાયો હતો. જેની અસર હવે સીધી ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ
સેન્સેક્સમાં આજે સતત બીજા દિવસે કડાકાની સ્થિતિ દેખાઈ. સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 215 પોઈન્ટનો ઘટાડો દેખાયો હતો. બીએસઈ હેઠળ આવતા ટોપ 30 શેરમાંથી 26 તૂટીને ટ્રેડ કરી રહ્યા છે. જોકે HDFC Bank, Bharti Airtel સહિત અમુક શેરમાં તેજી દેખાઈ છે જ્યારે મોટો કડાકો Tata Motors ના શેરમાં નોંધાયો હતો.
સેન્સેક્સના ફક્ત 4 શેર ગ્રીન ઝોનમાં
સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી ફક્ત 4 જ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ તેજી HDFC બેંક, M&M અને બજાજ ફાઇનાન્સમાં રહી. બીજી તરફ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નીચે તમે સેન્સેક્સ પર સૂચિબદ્ધ બધા શેરોના નવીનતમ ભાવ અને આજના વધઘટની વિગતો જોઈ શકો છો –
રોકાણકારોની સંપત્તિમાં 2.02 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો
એક ટ્રેડિંગ દિવસ પહેલા, એટલે કે 3 એપ્રિલ, 2025 ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેરનું કુલ માર્કેટ કેપ 4,13,33,265.92 કરોડ રૂપિયા હતું. આજે એટલે કે 4 એપ્રિલ 2025 ના રોજ, બજાર ખુલતાની સાથે જ તે ઘટીને 4,11,30,452.67 કરોડ રૂપિયા થઈ ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં રૂ. 202,813.25 કરોડનો ઘટાડો થયો છે.
15 શેર એક વર્ષની ટોચે
આજે BSE પર 2289 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાં, 1029 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે 1101 શેર નીચે તરફ વલણ બતાવી રહ્યા છે અને 159 માં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આ ઉપરાંત, 24 શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તર પર અને 23 શેર એક વર્ષના નીચલા સ્તર પર પહોંચ્યા છે.103 શેર ઉપલા સર્કિટમાં પહોંચ્યા હતા, જ્યારે 29 શેર નીચલા સર્કિટમાં પહોંચ્યા હતા.
આ શેરના ભાવમાં પણ વધારો -ઘટાડો
આ ઉપરાંત, આજે બજાજ ફાઇનાન્સના શેર 1.13 ટકા, ભારતી એરટેલ 0.40 ટકા, ICICI બેંક 0.30 ટકા, પાવરગ્રીડ 0.23, બજાજ ફિનસર્વ 0.15 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.11 ટકા, ઝોમેટો 0.09 ટકા અને સન ફાર્માના શેર 0.09 ટકાના વધારા સાથે ખુલ્યા. બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકના શેર 1.57 ટકા, ટીસીએસ 1.41 ટકા, ટાટા મોટર્સ 1.36 ટકા, HCL ટેક 1.35 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.04 ટકા, એક્સિસ બેંક 1.02 ટકા, ટેક મહિન્દ્રા 0.88 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.86 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.76 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.59 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરિફ નીતિ લાગુ કરી ત્યારથી વિશ્વભરના શેરબજારોમાં અરાજકતાનો માહોલ છે. ગુરુવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યા. જોકે, ત્યારબાદ થયેલી કેટલીક વસૂલાતથી નુકસાન મર્યાદિત કરવામાં મદદ મળી.
અમેરિકન શેરબજાર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફની સીધી અસર વોલ સ્ટ્રીટ પર જોવા મળી હતી, જ્યાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી હતી. ટ્રમ્પના આ નિર્ણયને કારણે હવે વેપાર યુદ્ધ અને આર્થિક મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેની સૌથી ખરાબ અસર અમેરિકન શેરબજારો પર પડી. કોવિડ-19 પછી આ પહેલી વાર છે જ્યારે વૈશ્વિક નાણાકીય બજારમાં ચિંતા વચ્ચે યુએસ શેરબજારમાં આ સ્થિતિમાં ઘટાડો થયો છે.
એક તરફ, S&P 500 ઇન્ડેક્સ લગભગ 4.8% ઘટ્યો, જે જૂન 2020 પછી એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડાને કારણે, બજારને લગભગ 2.4 ટ્રિલિયન ડોલર એટલે કે 200 લાખ કરોડનું નુકસાન થયું છે.
આ ઉપરાંત, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં પણ એ જ ઘટાડો જોવા મળ્યો જે 2020 માં કોરોના રોગચાળા દરમિયાન જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 4% ઘટીને 1,679 પોઈન્ટ પર અને નાસ્ડેક કમ્પોઝિટ 6% ઘટ્યો.
ટેરિફ પછી નબળા આર્થિક વિકાસ અને ફુગાવાના ભય વચ્ચે વોલ સ્ટ્રીટ ડગમગી રહ્યું હોય તેવું લાગતું હતું. મોટી ટેક કંપનીઓથી લઈને ક્રૂડ ઓઈલ અને અન્ય ચલણો સુધી, બધું જ ઘટી રહ્યું હતું. જોકે, એસોસિએટેડ પ્રેસના મતે, સોનાના ભાવમાં વધારો થયો અને રોકાણકારોએ તેમાં રોકાણ કરવાનું શ્રેષ્ઠ માન્યું.
જોકે, એ વાત ચોક્કસ હતી કે વૈશ્વિક રોકાણકારો ટ્રમ્પની પારસ્પરિક ટેરિફની જાહેરાતથી સંપૂર્ણપણે વાકેફ હતા. તેથી, આની સ્પષ્ટ અસર S&P 500 ઇન્ડેક્સના સ્વાસ્થ્ય પર પડી અને તેમાં 10% નો રેકોર્ડ ઘટાડો નોંધાયો.