શેરબજાર સમાચાર
શેરબજારમાં ભૂકંપ આવ્યો છે, સેન્સેક્સ 1129 પોઈન્ટ ઘટીને 72000ની નીચે ખૂલ્યો છે. શેરબજારમાં આજે ભૂકંપ આવ્યો છે. સેન્સેક્સ 1129 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 71998 ના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 21447 ના સ્તર પર છે. આજે શરૂઆતે GIFT નિફ્ટી નિફ્ટી ફ્યુચર્સ અગાઉના 22,025ના બંધ સામે 21,850ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટી માટે આ સારો સંકેત નહોતો. માર્ચમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની ઓછી અપેક્ષાઓ વચ્ચે ટ્રેઝરી યીલ્ડ વધવાને કારણે એશિયન બજારોમાં મોટે ભાગે ઘટાડો થયો હતો, જ્યારે યુએસ શેરબજારો પણ લાલ નિશાનમાં બંધ થયા હતા.ઘટાડાના વાવાઝોડાને કારણે HDFC બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, ICICI બેંક સહિત અનેક મોટી કંપનીઓના શેર તબાહ થઇ ગયા.