એક કરોડથી વધુ કાચી ઈંટોનું ધોવાણ થઈ ગયું

સૌરાષ્ટ્રમાં  પડી રહેલા કમોસમી વરસાદથી  સીઝનલ  ઈટ ઉત્પાદન કરતા એકમોની  તૈયાર કાચીઈટો  માવઠાના વરસાદમાંપુન:ગારો બની જતાઈટ ઉત્પાદન કરતા પરિવારોને મોટુ આર્થિક નુકશાન થયું છે.

કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના અમરેલી , બાબરા , ધારી , બગસરા , માણેકવાડા , આટકોટ , જસદણ , વિસાવદર , ઢસા , લાલપુર , ચોટીલા , વીરપુર , સાવરકુંડલા , ગોંડલ , લોધીકા , ગારીયાધાર, બગદાણા , ખંભાળીયા , બોટાદ , ગઢડા સ્વામીના , મહુવા , લાઠી , કલ્યાણપુર , કોલીથડ અને ભાવનગર પંથકમાં ચાલતા ઈંટ ભઠ્ઠાઓ તહસ નહસ થઈ જતા ઘેંટ ઉત્પાદકોને મોટુ આર્થિક નુકશાન થયેલ છે. જેને લઈને ઈંટે ભદ્દેદારોમાં ઘેરૂ આર્થિક સંકટ ઉભુ થયેલ છે.

સૌરાષ્ટ્ર કચ્છ ઈંટે ઉત્પાદક સંઘના  જણાવ્યા મુજબ માવઠાથી સૌરાષ્ટ્રના ર હજાર જેટલા ઈંટે ભઠેદારોની એકાદ કરોડ થી વધુ કાચી ઈંટોનું ઘોવાણ થઈ ગયું છે . જેમાં એકમ દીઠ રૂપીયા 30 હજાર થી લઈને 1.5 લાખ સુધીની નુકશાની ઈંટ ઉત્પાદકોને વેઠવી પડી છે . ત્યારે  ઈટ ઉત્પાદનનો સિઝનલ ધંધો કરતા માવઠાના વરસાદથી પ્રભાવિત ર હજાર જેટલા ઈંટ ભઠેદારોને થયેલી નુકશાનીમાં થોડી આર્થિક મદદ મળી રહી તે માટે સરકારે ખેડુતોની માફક ઈંટ ઉત્પાદન એકમોને પણ કુદરતી આફત અધીનિયમ ની જોગવાઈઓ હેઠળ માટીની ઈંટો બનાવતા અસરગ્રસ્ત પરિવારોને થયેલી નુકશાની નો સર્વે કરાવી ઈંટ ઉત્પાદકોને ત્વરીત મદદ મળે એવી અસરગ્રસ્ત પરિવારોની માંગ છે.

હજુ પણ આગામી 3-4 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી ને લઈને સૌરાષ્ટ્રના ઈંટ ઉત્પાદકોમાં આર્થિક નુકશાની થવાની દહેશતને લઈને ચિંતા પ્રસરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.