વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજ રોજ એક કરૂણ ઘટના બની છે. જેમાં એક ચાલીના ગટરનો ખાળકુવો ખાલી કરતા ત્રણ વ્યક્તિઓ ખાળ કુવામાં ખાબક્યાં હતા જેમાં ડૂબી જતા 2ના મોત થયા હતા અને 1 નો બચાવ થયો હતો. આમ આ ઘટનામાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત થયું હતું જ્યારે અન્ય એક ભાડુઆત બચી ગયો હતો ઘટનાને પગલે પોલીસે વધુ તપસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી આવેલી ગંગાનગર વિસ્તારની છે જ્યાં એક ચાલીનો ખાળ કુવો ઉભરાયો હતો. આથી ચાલી માલિક મહંમદ હાફિસ અને સૂરજ ખાળ કુવો સાફ કરી રહ્યા હતા .આ દરમિયાન ચાલીમાં રહેતા બે ભાડુંઆતો રાજેન્દ્ર અને જોગીન્દર પટેલ પણ ખાળ કુવો ખાલી કરવામાં મદદ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રથમ સુરજ ખાળકુવામાં પડી ગયો હતો. જેને બચાવવા એક પછી એક મહંમદ અને જોગીન્દર પણ ખાળકુવામાં પડ્યા હતા. અને ડૂબવા લાગ્યા હતા.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને ત્રણેને સારવાર માટે ઉમરગામની એક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી જોકે આ ઘટનામાં ચાલી માલિક મહંમદ ઘાંચી અને એક ભાડુઆત જોગીન્દર પટેલ નું મોત થયું છે અને એકનો બચાવ થયો હતો. આમ એક સાથે બે વ્યક્તિઓના મોતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપસ હાથ ધરી છે.