સુરત ખાતે સુપ્રસિદ્ધ અભિનેતા પદ્મશ્રી અક્ષયકુમારની હાજરીમાં આયોજિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં હાજરી આપી હતી. માતૃભૂમિની રક્ષા કાજે વીર જવાનો વિકટ પરિસ્થિતીમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવતાં પ્રાણની આહૂતિ પણ આપી દે છે, ત્યારે એક જવાબદાર દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકોના પરિવારની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહીએ. નામુમકીનને મુમકીન કરનાર નરેન્દ્રભાઈ મોદી જ આતંકીઓનો ખાત્મો કરી શકે છે એવી દેશવાસીઓની ભાવનાને નવું બળ મળ્યું છે.
સુરત ખાતે બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો. પુલવામા આતંકી હુમલામાં શહીદોના પરિવારની પડખે આખો દેશ ઉભો છે અને શહીદ જવાનોના પરિવારની આર્થિક સહાયતાર્થે આયોજિત આ કાર્યક્રમમાં પુલવામાના શહીદોના પરિવારજનોની સહાય માટે દાનનો ધોધ વરસ્યો હતો. શહીદોની શહાદત એળે ન જાય એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈંટનો જવાબ પથ્થરથી આપતા આતંકીઓના ઘરમાં ઘૂસી આતંકીઓનો ખાત્મો કરી શહીદોના લોહીના એક એક ટીપાનો બદલો લીધો છે.